PM Modi Gujarat Visit Live: રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો, પુષ્પવર્ષા કરી PMનું સ્વાગત કરાયું

PM Modi Gujarat Visit Updates: પીએમ મોદી સૌરાષ્ટ્રને કરોડોના વિકાસકામોની યોજનાઓની સોગાત આપશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 25 Feb 2024 06:54 PM
પીએમ મોદીએ રાજકોટને યાદ કર્યું હતું

આજથી 22 વર્ષ પહેલાં 24 ફેબ્રુઆરીએ જ રાજકોટએ મને આશીર્વાદ આપ્યા હતા. રાજકોટએ મને ધારાસભ્ય તરીકે મને ચૂંટ્યો હતો. આજના દિવસે 25 ફેબ્રુઆરીએ પહેલીવાર રાજકોટના ધારાસભ્ય તરીકે શપથ લીઘા હતા.

ભારત સરકારને દિલ્હીની બહાર લાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે દેશના તમામ પ્રમુખ કાર્યક્રમ દિલ્હીમાં જ થતાં હતા. મેં ભારત સરકારને દિલ્હીથી બહાર લાવીને દેશના ખૂણે ખૂણે મોકલી છે. 

મારા જીવનનો કાલે એક વિશેષ દિવસ હતો- PM મોદી

મારા જીવનનો કાલે એક વિશેષ દિવસ હતો, મારી ચૂંટણીયાત્રાની શરુઆત રાજકોટથી થઈ હતી.   પીએમ મોદી પ્રથમ વખત ધારાસભ્ય રાજકોટથી બન્યા હતા. 

રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. લોકોએ પુષ્પવર્ષા કરીને પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 


રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. લોકોએ પુષ્પવર્ષા કરીને પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. 1100 કરોડના ખર્ચે રાજકોટમાં અધ્યતન એઇમ્સ હોસ્પિટલ બની છે.  પરા પીપળીયા ખાતે પ્રધાનમં મોદીએ એઈમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. 

ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ- પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા, અંબાજીનો વિકાસ થયો. ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે. પહેલા સૌરાષ્ટ્ર પાણી માટે તરસતું હતુ પણ સૌની યોજનાએ સૌરાષ્ટ્રનું ભાગ્ય બદલી નાખ્યું છે. સૌરાષ્ટ્રના અનેક ગામોને સિંચાઈ, પીવાનું પાણી મળી રહ્યું છે.

પ્રધાનમંત્રી મોદીના વિપક્ષ પર પ્રહાર

પ્રધાનમંત્રી મોદીએ નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, લાંબા સમય સુધી રાજ કર્યું પરંતુ ઈચ્છાશક્તિ નહોતી. કોંગ્રેસ માત્ર સત્તાનું વિચારતી હતી.

આહીરાણી રાસને લઈ પીએમ મોદીએ કહી આ વાત, જુઓ વીડિયો

અનેક વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈઃPM

પીએમ મોદીએ કહ્યું, દ્વારકાની ભૂમિને નમન. ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ અર્પણ કરી ધન્યતા અનુભવી. અનેક વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈ. સુદર્શન સેતુના લોકાર્પણની તક મળી. સુદર્શન સેતુ એ એન્જિનિયરિંગનો કમાલ છે.

અહીં જે થાય છે તે દ્વારકાધીશની ઈચ્છાથી થાય છેઃPM

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું,  દ્વારકામાં આસ્થાના અનેક કેંદ્રો આવેલા છે. આજે દ્વારકાધામમાં દિવ્યતાનો અનુભવ થયો. આજે દરિયામાં પ્રાચીન દ્વારકાના દર્શન કર્યા. અહીં જે થાય છે તે દ્વારકાધીશની ઈચ્છાથી થાય છે.

મોદી મોદીનાં નારા લાગ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા જાહેર સભામાં પહોંચ્યા હતા. તે સમયે મોટી જનમેદની એ મોદી મોદી નાં નારા લગાવ્યા હતા. મોદી ને સાંભળવા આતુર લોકો એ ભારત માતા કી જયનાં પણ નારા લગાવ્યા હતા.

પીએમ મોદીને વિવિધ મોમેન્ટો આપવામાં આવ્યા

પીએમ મોદી સભા સ્થળે પહોંચી ગયા છે. તેમનું વિવિધ મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટ્યા છે.

થોડીવારમાં જનસભાને કરશે સંબોધન

સ્કુબા દરમિયાન પીએમ મોદીએ દરિયા માં રહેલા અવશેષો નિહાળ્યા હતા. હવે તેઓ સર્કિટ હાઉસ જશે અને ત્યાં આમંત્રિતોને મળશે. જે બાદ તેઓ જાહેરસભાને સંબોધશે. સભા સ્થળે પીએમને સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે.


 

રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે રાત્રિ રોકાણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  રાજકોટમાં  સર્કિટ હાઉસ ખાતે  રાત્રી રોકાણ કરશે. પી.એમ મોદી રાજકોટ નેતાઓ સાથે બેઠક કરી તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના નેતાઓ સાથે  નરેન્દ્ર મોદી બેઠક કરી શકે છે. સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજાઇ તેવી શક્યતા છે. સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

પીએમ મોદીએ દરિયામાં ડૂબેલી દ્વારકાના પૌરાણિક અવશેષો નિહાળ્યા

પીએમ મોદીએ પંચ કૂબી વિસ્તારમાં સ્કૂબા ડાઇવ કરીને દરિયામાં ડૂબેલી દ્વારકાના પૌરાણિક અવશેષો નિહાળ્યા હતા.

રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીના રોડ શોનો રૂટ શણગારાયો

રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીના રોડ શોના રૂટને ભગવા થીમ પર શણગારવામાં આવ્યો છે. અલગ અલગ સમાજ દ્વારા પ્રધાનમંત્રીનું  અભિવાદન ઝીલવામાં આવશે. રાજકોટ એરપોર્ટથી રેસકોસ રીંગરોડ સુધી પોણા કિલોમીટરનો રોડ શો 3:45થી ચાર વાગ્યે શરૂ થશે. અલગ અલગ સમાજ અને સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ ના 21 સ્ટેજ બનાવવામાં આવ્યા છે.

પંચ કુઈ બીચ પહોંચ્યા પીએમ મોદી

જગત મંદિરે દર્શન કરી મોદી પંચ કુઈ બીચ પહોંચ્યા છે. પીએમ મોદી અહીંથી સ્કુબા કરી જૂના અવશેષો નિહાળે તેવી શક્યતાઓ છે. જે બાદ તેઓ જન મેદનીને સંબોધન કરશે.

જગત મંદિર દ્વારકામાં કર્યા દર્શન

પીએમ મોદીએ જગત મંદિર દ્વારકામાં દ્વારકાધીશના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. તેમણે મંદિરમાં રહેલી દાન પેટીમાં દાન પણ કર્યુ હતું. ઉપરાંત તેમણે શંકરાચાર્યના આશીર્વાદ પણ લીધા હતા.

મોદી જગત મંદિરે રોડ શો કરતાં જશે

પીએમ નરેન્દ્ર મોદી દ્વારકા હેલિપેડ પહોંચ્યા છે. તેઓ જગત મંદિરે રોડ શો કરતાં જશે. રોડ શો દરમિયાન મોદીનું અનેક ટેબલો પર અભિવાદન કરવામાં આવશે. વિવિધ ટેબલો પર સાંસ્કૃતિક કલાકારો મોદીની રાહ જોતા ઊભા છે.

સુદર્શન સેતનું કર્યુ લોકાર્પણ

પીએમ મોદી સુદર્શન સેતનું લોકાર્પણ કરી દીધું છે. આ અત્યાધુનિક બ્રિજનું નિર્માણ રૂ.979 કરોડના ખર્ચે થયું છે. 2.3 કિમી લંબાઈના બ્રિજની સાથે 2.45 કિમીનો એપ્રોચ રોડ પણ બનાવાયો છે. સુદર્શન સેતુ દ્વારા બેટ દ્વારકા જતા દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે.

સુદર્શન બ્રિજ પહોંચ્યા પીએમ મોજી

નરેન્દ્ર મોદી બેટ દ્વારકા દર્શન કરી સુદર્શન બ્રિજ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બ્રિજ પર નિરીક્ષણ કર્યુ હતું. મોદી બ્રિજ લોકાર્પણ બાદ દ્વારકા હેલિપેડ પહોંચશે.

પીએમ મોદીએ કરી દ્વારકાધીશની પૂજા

બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન PM મોદીએ કર્યા હતા. જે બાદ દેશ અને દુનિયાના ઉત્થાન માટે દ્વારકાધીશની પૂજા પ્રાર્થના કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે PM મોદીએ પૂજા અર્ચના કરી હતી. જે બાદ PM મોદીએ ભગવાન દ્વારકાધીશને થાળ ધર્યો હતો.





બેટ દ્વારકા હેલિપેડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માસભર સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ -દ્વારકાની મુલાકાતે પધાર્યા છે.  બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેટ દ્વારકા હેલિપેડ ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ સી. આર.  પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિત મહાનુભાવોએ વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

ટૂંક સમયમાં પીએમ મોદી સુદર્શન સેતનું કરશે લોકાર્પણ

પીએમ નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કરશે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છો.





વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટ દ્વારકા ખાતે હેલીપેડ પર ઉતરાણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટ દ્વારકા ખાતે હેલીપેડ પર ઉતરાણ કર્યું છે.  પીએમ નરેન્દ્ર મોદી બેટ દ્વારકા મંદિરે દર્શન કરશે. જે બાદ સુદર્શન બ્રિજ ખાતે પહોંચશે.

ભગવાન શ્રીકૃષ્ણનો ઉલ્લેખ કરી પીએમ મોદીએ કર્યુ ટ્વિટ

મહાભારત એ વાતનો પુરાવો છે કે જ્યાં પણ ભારતનો પુનર્જન્મ થાય છે, ત્યાં તેની પાછળ ચોક્કસપણે શ્રી કૃષ્ણના આશીર્વાદ છે. તે આશીર્વાદની શક્તિથી અમે અમારા સંકલ્પો પૂરા કરીશું અને વિકસિત ભારતનું નિર્માણ પણ કરીશું.

થોડા સમયમાં પીએમ મોદી પહોંચશે દ્વારકા

શનિવારે રાત્રે પીએમ મોદી જામનગર આવી પહોંચ્યા હતા. જામનગરમાં રોડ શો અને રાત્રિ રોકાણ કર્યું હતું. થોડીવારમાં પીએમ મોદી જામનગરથી દ્વારકા જવા રવાના થશે.

સુદર્શન સેતુની શું છે ખાસિયત

બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે. જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન છે. બોટમાં મુસાફરી માટે અંદાજિત 30થી 40 મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘણો જ ઓછો સમય લાગશે. રાહદારીઓ માટે વ્યુઈંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. તે જગ્યા પરથી પ્રવાસીઓ બેટદ્વારકા અને દરિયાના સુંદર દર્શનનો લ્હાવો લઈ શકશે. બ્રિજના માથે વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટરથી પણ પસાર થઈ શકશે.

પીએમ મોદી દ્વારકામાં સુદર્શન સેતુનું કરશે લોકાર્પણ

પીએમ મોદીના આજના કાર્યક્રમનું શિડ્યૂલ

પીએમ મોદી આજના ગુજરાત પ્રવાસ દરમિયાન દ્વારકા અને રાજકોટને કરોડોની ભેટ આપશે. તેમનો આજનો કાર્યક્રમ નીચે મુજબ છે.





બ્રેકગ્રાઉન્ડ

PM Modi Gujarat Visit Live Updates: પ્રધાનમંત્રી મોદી સવારે દ્વારકાધીશના દર્શન કરશે.   8.25 મિનિટે પીએમ મોદી સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન કરશે. અહીંના લોકોની માંગને ધ્યાનમાં રાખીને સિગ્નેચર બ્રિજનું નવુ નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1 વાગ્યે દ્વારકામાં એક બેઠકમાં પણ સામેલ થશે અને કરોડો રૂપિયાની યોજનાનું ખાતમુહૂર્ત કરશે.


પીએમ મોદી માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતને અનેક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. રાજકોટમાં ગુજરાતની સૌપ્રથમ એઈમ્સનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે. 750 બેડની ક્ષમતાવાળી રાજકોટ એઈમ્સમાં આમ જનતાને આંતરરાષ્ટ્રીય સ્તરની મેડિકલ સુવિધાઓ સસ્તા દરેથી મળશે. પીએમ મોદી રાજકોટમાં બનેલી ગુજરાતની સૌથી મોટી જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. આ સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકનું લોકાર્પણ કરશે.


જામનગરથી પીએમ મોદી સીધા દ્વારકા જશે. જ્યાં બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ ઓખા-બેટ દ્વારકા વચ્ચે 900 કરોડના ખર્ચે નિર્માણ થયેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે.બ્રિજના લોકાર્પણ બાદ PM મોદી દ્વારકાધીશના નિજ મંદિરે દર્શન કરશે. એટલું જ નહીં પીએમ મોદી દ્વારકામાં ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી શકે છે. 


દ્વારકામાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી રાજકોટ જશે. જ્યાં પણ સૌરાષ્ટ્રવાસીઓને આરોગ્યલક્ષી સુવિધાની ભેટ આપશે. એઈમ્સના 250 બેડના IPD વિભાગનું લોકાર્પણ કરશે. PM મોદી રેસકોર્સ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ સાંજે તેઓ દિલ્લી જવા રવાના થશે.     

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.