Azadi Ka Amrut Mahotsav LIVE: પીએમ મોદીએ દાંડી યાત્રાનો કરાવ્યો પ્રારંભ, માતા હિરાબાને મળવા જાય તેવી શક્યતા

PM Modi Azadi Ka Amrut Mahotsav LIVE Updates: દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Mar 2021 09:32 AM
માતા હિરાબાને મળી શકે છે પીએમ મોદી

પીએમ મોદીએ ગાંધી આશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવી દીધો છે, હવે સુત્રો તરફથી માહિતી મળી રહી છે કે પીએમ ગુજરાતના આ પ્રવાસ દરમિયાન પણ ફરી એકવાર માતા હિરાબાના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા છે.

પીએમ મોદીએ દાંડી યાત્રાને આપી લીલીઝંડી

દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે. પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી 21 દિવસ સુધી ચાલનારી દાંડી યાત્રાને લીલીઝંડી આપી છે. ભારતની સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં જ રહેતા હતા. આ પ્રસંગે પીએમ આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

મહાત્મા ગાંધીએ કરી હતી દાંડી માર્ચ

મહાત્મા ગાંધીના નેતૃત્વમાં 1930માં સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી દાંડી માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચ બ્રિટિશ સરકારના મીઠાના એકાધિકારના વિરોધમાં અહિંસક પ્રદર્શન હતુ.

બાપુએ મીઠા માટે આંદોલન કર્યુઃ પીએમ મોદી

અમૃત મહોત્સવમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે- આઝાદીના 75 વર્ષ પહેલાનું અમૃત નવી પેઢીને મળશે, આ અદભુત સંયોગ છે જેવો સંયોગ દાંડિયાત્રાના સમયે બન્યો હતો, ભારતના લોકોને ઇંગ્લેન્ડથી આવતા મીઠા ઉપર નિર્ભર રહેવું પડતું હતુ. ગાંધીજીએ આ દર્દ સમજ્યું અને લોકો સાથે ભેગા મળીને આંદોલન ચલાવ્યુ, જે દરેક ભારતીયોનું સંકલ્પ બની ગયું. 1857નો સ્વતંત્ર સંગ્રામ યાદગાર રહેશે. જેમાં લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોએ નારો આપ્યો હતો. 

દેશનુ ભવિષ્ય ઉજ્જવણ, વારસો અને ઇતિહાસ સમૃદ્ધઃ પીએ મોદી

પીએમ મોદીએ કહ્યું જે પ્રેઝન્ટેશનમાં મુકાયું તેમાં અમૃત મહોત્સવના પાંચ પરિબળો ઉપર ભાર મુકાયો, આગળ વધવાની પ્રેરણા મળી રહી છે, ચરખા અભિયાન અને આત્મનિર્ભર ચીજો પણ લોન્ચ કરી છે. દેશનું ગૌરવ ત્યારે જ જાગૃત રહે જ્યારે તે પોતાના સ્વાભિમાન આગામી પેઢીને શીખવે. કોઈ રાજ્યનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ થાય જ્યારે તે વારસાના ગૌરવથી જોડાયેલું રહે. ભારત પાસે ગર્વ કરવા અથાગ ભંડાર છે, અને સમૃદ્ધ ઇતિહાસ છે.

15મી ઓગસ્ટથી અમૃત મહોત્સવ શરૂ થશે

આજે દિલ્લીથી નીકળ્યો ત્યારે સંયોગ બન્યો, અમૃત મહોત્સવ શરૂ થતાં પહેલાં દિલ્લીમાં અમૃતવર્ષા થઈ, આપણે આઝાદ ભારતના ઐતિહાસિકના સાક્ષી બનવા જઈ રહ્યા છે. દાંડીયાત્રાની વર્ષગાંઠ પર બાપુની ભૂમિ પર ઇતિહાસ બનતો જોઈશું અને ઇતિહાસનો હિસ્સો પણ બનીશું. અમૃત મહોત્સવ શરૂ થનાર છે. અમૃત મહોત્સવ 15 ઓગષ્ટ 2023 સુધી ચાલશે, તમામ તીર્થનો સંયોગ થશે. એક રાષ્ટ્રના રૂપમાં ભારત માટે પવિત્ર અવસર છે. ભારતમાં જનતા જાગૃત થઈ રહી છે. બાપુના ચરણમાં મારી શ્રદ્ધાંજલિ છે. દેશને નેતૃત્વ આપવાવાળા તમામ લોકોને નમન કરું છું, વીર જવાનોને નમન જેમણે રાજ્યની રક્ષા કરી છે, એ તમામ જવાનો જેમણે દેશની પ્રગતિની ઈંટો મૂકી છે. 

સાબરમતી આશ્રમમાં પીએમ મોદીનુ સંબોધન

સાબરમતી આશ્રમમાં પીએમ મોદીએ અમૃત મહોત્સવમાં સંબોધન કર્યુ, પીએમ મોદીએ કહ્યું- આજે હું દિલ્હીથી નીકળ્યો ત્યારે સંયોગ બન્યો, અમૃત મહોત્સવ શરૂ થતા પહેલા દિલ્હીમાં અમૃતવર્ષા થઇ. આપણે આઝાદ ભારતના ઐતિહાસિકના સાક્ષી બનવા જઈ રહ્યા છે, અમૃત મહોત્સવ શરૂ થનાર છે. અમૃત મહોત્સવ 15 ઓગષ્ટ 2023 સુધી ચાલશે.

દેશની નજર ગુજરાત પર છેઃ સીએમ રૂપાણી

સીએમ રૂપાણીએ અમૃત મહોત્સવમાં પોતાના ભાષણમાં કહ્યું કે આજે દેશની નજર ગુજરાત ઉપર છે, જે ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને આપ્યા ત્યાં આઝાદીની ઉજવણી થઈ રહી છે. આજે પીએમના નેતૃત્વમાં રાષ્ટ્ર માટે જીવિત રહેવાના નિયમ સાથે ચાલી રહ્યા છે. આજના દિવસે બાપુએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી. મીઠાનો કાનૂન તોડી નાખ્યો જેણે દેશના જનમાન્સની વિચારધારા બદલી હતી. ગુજરાતના સપૂત સરદાર પટેલ ઉપર જવાબદારી હતી.

પીએમ મોદીએ ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી

પીએમ મોદીએ સાબરમતી ગાંધી આશ્રમ પહોંચીને ગાંધી બાપુની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સાથે સાથે આશ્રમની મુલાકાત દરમિયાન પીએમે બુકમાં સંદેશ પણ લખ્યો હતો. આશ્રમમાં વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. 

પીએમ મોદી સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા

પીએમ મોદી અમદવાદમાં આવ્યા બાદ સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા છે, પીએમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યના રાજ્યાપાલ અને અન્ય નેતાઓ સાથે છે.

પીએમ મોદીનુ અમદવાદમાં આગમન

પીએમ મોદીનુ અમદાવાદમાં આગમન થઇ ચૂક્યુ છે. એરપોર્ટ પરથી પીએમ સાબરમતી આશ્રમ પહોંચ્યા છે. દેશમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણીની શરૂઆત, PM મોદી દાંડી માર્ચને બતાવશે લીલી ઝંડી

PM મોદીના આજના કાર્યક્રમો

PM મોદીના આજના કાર્યક્રમો.....


૧૦:૦૦ વાગે : આશરે અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન અને સ્વાગત
૧૦:૧૦ વાગે : સાબરમતી ગાંધી આશ્રમ
૧૦:૩૦ વાગે : અભયઘાટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી તથા સંબોધન
૧૨:૦૦ વાગે : પ્રતીકાત્મક દાંડીયાત્રીઓને વિદાય
૧૨:૪૫ વાગે : નવી દિલ્હી જવા રવાના.

દાંડી પુલથી પ્રતિકાત્મક દાંડીયાત્રાને લીલી ઝંડી અપાશે

કાર્યક્રમ બાદ પીએમ મોદી દાંડી પુલથી પ્રતિકાત્મક દાંડીયાત્રાને લીલી ઝંડી આપશે. દાંડી માર્ચને લીલી ઝંડી આપ્યા બાદ પ્રધાનમંત્રી મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રતિકરૂપે આ દાંડીયાત્રામાં જોડાશે. તેમની સાથે કેંદ્ર અને રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સવારે 10 વાગ્યે અમદાવાદ પહોંચશે

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સવારે 10 વાગ્યે અમદાવાદ એયરપોર્ટ પર પહોંચશે. જ્યાંથી તેઓ સાડા દસ વાગ્યે સાબરમતી આશ્રમ પહોંચશે અને બપોરના સાડા બાર વાગ્યા સુધી અલગ અલગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 

સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી દાંડી માર્ચ

મહાત્મા ગાંધીના નેતૃત્વમાં 1930માં સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી દાંડી માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચ બ્રિટિશ સરકારના મીઠાના એકાધિકારના વિરોધમાં અહિંસક પ્રદર્શન હતુ.

અમદાવાદના સાબરમતી આશ્રમમાં રહેતા હતા ગાંધીજી

ભારતની સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં જ રહેતા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરાવશે.

Azadi Ka Amrut Mahotsav LIVE: દેશમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણીની શરૂઆત, PM મોદી દાંડી માર્ચને બતાવશે લીલી ઝંડી

PM Modi Azadi Ka Amrut Mahotsav LIVE Updates: દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અમદાવાદના સાબરમતી આશ્રમથી 21 દિવસ સુધી ચાલનારી દાંડી યાત્રાને લીલી ઝંડી આપશે.

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Azadi Ka Amrut Mahotsav LIVE Updates: દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.