PM Modi Gujarat Visit: પીએમ મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડમાં માં અંબાની આરતી ઉતારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે
અમદાવાદઃ પીએમ મોદી હવે જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ માં અંબેની આરતી ઉતારી હતી.આ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અંબે માંની આરતી ઉતારી હતી.
કાર્યક્રમમાં હાજર ભારતના ટોપ એથ્લેટિક્સ ખેલાડીઓએ નેશનલ ગેમ્સની મશાલ "ટોર્ચ ઓફ યુનિટી" પીએમ મોદીને આપી.
વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ સૌથી મોટી રમતોત્સવનું આયોજન કરી રહ્યો છે: PM નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો છે.
36મી નેશનલ ગેમ્સની લોન્ચિંગ સેરેમનીમાં નિરજ ચોપરા, પીવી સિંધુ, સહિતના ખેલાડીઓ હાજર છે.
પ્રધાનમંત્રી 36મી નેશનલ ગેમ્સની લોન્ચિંગ સેરેમનીમાં પહોંચી ગયા છે. પીએમ મોદીએ ગાડીમાં સવાર થઈને સ્ટેડિયમમાં હાજર લોકોનું અભિવાનદ જીલ્યું હતું.
પીએમ રાજભવનથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા જવા માટે રવાના થયા છે.
આ પહેલાં જ્યારે પીએમ મોદી હેલિકોપ્ટરથી ગાંધીનગર પહોંચ્યા ત્યારે તેમણે નેશનલ ગેમ્સ માટે તૈયાર થયેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આકાશી દ્રશ્યો બતાવતો વીડિયો ટ્વીટ કર્યો હતો. વીડિયો ટ્વિટ કરતાં પીએમ મોદીએ લખ્યું કે, હું થોડી વારમાં નેશનલ ગેમ્સની શરુઆત કરવવા માટે થોડીવારમાં ત્યાં (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) પહોંચી રહ્યો છું.
ગાંધીનગરઃ પીએમ મોદી રાજભવન પહોંચ્યા છે. હવે પીએમ મોદી 7 વાગ્યા સુધી રાજભવનમાં જ રોકાશે. ત્યાર બાદ સાંજે 7 વાગ્યે 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરવા માટે મોટેરા પહોંચશે.
ભાવનગરમાં સભા પુર્ણ કર્યા બાદ હવે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર પહોંચ્યા છે. વિધાનસભા હેલિપેડ ઉપર પીએમ મોદીનું હેલિકોપ્ટર ઉતર્યું છે. ત્યાંથી પીએમ મોદી રાજભવન આવશે.
પીએમ મોદીએ સંબોધનમાં આગળ કહ્યું કે, "લોથલ આપણી વિરાસતનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે, જેને સમગ્ર વિશ્વના પ્રવાસન નકશા પર લાવવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. આ સાથે-સાથે લોથલની સાથે સાથે વેળાવદર નેશનલ પાર્કમાં પણ ઈકો-ટૂરિઝમ સર્કિટથી ભાવનગરને ખાસ કરીને નાના વેપારીઓને ફાયદો થશે. આજે ગુજરાતની કોસ્ટ લાઇન લાખો લોકો માટે રોજગારીનું માધ્યમ બની છે, ઉપરાંત દેશની આયાત-નિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવે છે. આજે ગુજરાતનો દરિયાકિનારો પુનઃપ્રાપ્ય ઉર્જા અને હાઇડ્રોજન ઇકોસિસ્ટમના પર્યાય તરીકે ઉભરી રહ્યો છે."
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, "એક તરફ જ્યાં દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ વર્ષે ભાવનગર તેની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. 300 વર્ષની આ સફરમાં ભાવનગરે ટકાઉ વિકાસ કર્યો છે, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે પોતાની ઓળખ બનાવી. ભાવનગરનું આ બંદર આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવશે અને અહીં રોજગારીની સેંકડો નવી તકો ઉભી થશે. સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સંબંધિત બિઝનેસ-બિઝનેસ અહીં વિસ્તરશે"
ભાવનગરમાં વડાપ્રધાન મોદીએ રોડ શો યોજ્યો હતો. સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હું લાંબા સમય બાદ ભાવનગર આવી શક્યો જે બદલ હું લોકોની માફી માંગું છું. અમારી સેવા ભાવનાના કારણે જ અમને આટલા આશીર્વાદ મળે છે. સૌની યોજના સૌરાષ્ટ્રમાં સાકાર થઈ છે. સુરત બાદ ભાવનગર,બોટાદ,અમરેલીને 6 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી હતી. અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર એરપોર્ટ પહોંચ્યા હતા. ભાવનગરમાં અઢી કિલોમીટરનો રોડ શો યોજાશે. હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનના સ્વાગત માટે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા ભાવનગર પહોંચ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સુરતથી કાશી સુધીની માલસામાન લઇ જનારી ટ્રેન શરૂ કરાશે. સુરત નીતનવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું તે સિલ્ક સિટી, ડાયમંડ સિટી બાદ હવે ઇલેક્ટ્રિક સિટી તરીકે ઓળખાશે. આવનારા સમયમાં સુરતમાં વિકાસની ગતિમાં ઝડપી બનશે. સુરત વાસીઓનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સુરતે અનેક મહામારી અને પૂરની વિપદાને પાર કરી વિકાસ કર્યો છે. દુનિયા સૌથી ઝડપી વિકસિત થઇ રહેલા શહેરોમાં સુરત અગ્રીમ પંક્તિમાં છે. છેલ્લા બે દાયકામાં સુરતે અન્ય શહેરોની તુલનામાં વધુ ગતિથી પ્રગતિ કરી છે. બે દાયકામાં સુરતમાં ગટર વ્યવસ્થાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા થઇ છે. ડબલ એન્જિનનની સરકાર બનતા સુરતની સરકારની આવાસ યોજનાઓમાં પણ ગતિ આવી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સુરત એક એવું શહેર છે જ્યાં એરપોર્ટ માટે સંઘર્ષ થયો હતો. સુરતને એરપોર્ટ આપવા અગાઉની સરકારને અમે અનેક રજૂઆતો કરી હતી. ડબલ એન્જિનની સરકાર આવતા જ વિકાસના પ્રોજેક્ટને તરત મંજૂરી મળે છે. નવી રાષ્ટ્રીય લોજિસ્ટિક પોલિસીથી સુરતને ખૂબ ફાયદો થશે. ઘોઘા-હજીરા રોરો ફેરીથી સુરત અને સૌરાષ્ટ્ર દરિયાઇ માર્ગે જોડાયા. રો-રો ફેરીથી સૌરાષ્ટ્રથી આવતા લોકોથી સુરતને ઘણો ફાયદો થશે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે તાપી કિનારે બેસીને ભોજન કરવું તે સુરતીઓનો મિજાજ છે. ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સુરતને વધુ વિકસીત કરી રહ્યા છે. સુરતના વિકાસ માટે ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલને ખૂબ ખૂબ અભિનંદન. નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની પ્રશંસા કરી હતી.
વધુમાં વડાપ્રધાને કહ્યું હતું કે હીરા અને કપડા કારોબારમાં સુરતે દેશના અનેક લોકોને રોજગારી આપી છે. ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે દુનિયાભરમાં સુરત વિકસીત છે. પાવરલુમ મેગાકસ્ટરની સ્વીકૃતિ અપાતા સુરત આસપાસની સમસ્યા દૂર થશે.
વડાપ્રધાન મોદીએ સુરતના નાગરિકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સુરત આવીએ અને સુરતી ભોજન લીધા વિના જવુ પડે તે થોડુ મુશ્કેલ લાગે છે. નવરાત્રીના પાવન પર્વ પર ગુજરાતમાં આવવું મારા માટે સૌભાગ્યપૂર્ણ છે. વિકાસ સાથે જોડાયેલ અનેક પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરાયુ છે. ઘણી યોજનાઓ સામાન્ય અને વેપારીઓ માટે લાભકારી છે. સુરત શહેરમાં આગળ વધવાના સપના સાકાર થાય છે. વિકસિત ભારતના નિર્માણ માટે સુરતનો જુસ્સો સૌથી મહત્વનો છે.
વડાપ્રધાન મોદીનો સુરતમાં રોડ શો શરૂ થયો હતો. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન મોદી લિંબાયત હેલિપેડથી નીલગીરી સભાસ્થળ સુધી રોડ શો કરશે. સુરતમાં વડાપ્રધાન મોદી ત્રણ હજાર 400 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. રોડ શો પર કુલ 27 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી બે દિવસના પ્રવાસમાં સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેશે. વડાપ્રધાન ગુજરાત પ્રવાસની શરૂઆત સુરતથી કરશે. આજે સવારે સવા 11 વાગ્યે સુરત એરપોર્ટ પર આગમન થશે અને સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે લિંબાયત હેલિપેડ જવા રવાના થશે. લિંબાયતથી 3 હજાર 400 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. ડ્રીમ સિટીના ૧૦૩.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-૧ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -