PM Modi Gujarat Visit Live Updates: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ ની બેઠક શરૂ
PM Modi Gujarat Visit Live Updates: તેઓ 5,950 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ ની બેઠક શરૂ
ટ્રસ્ટી મંડળના ગેરહાજર સભ્યો વર્ચ્યુઅલી જોડાશે
સોમનાથ ટ્રસ્ટની એક ખાલી બેઠક માં ટ્રસ્ટી ની નિમણુંક બાબતે પણ થશે ચર્ચા
ટ્રસ્ટ ના આગામી કામો તથા સોમનાથ મંદીર ને લગતા પ્રોજેક્ટ પર કરાશે ચર્ચા
કરોડો લોકોના જીવન બદલાયા
ગુજરાતની ડેરીઓનું સંચાલન માતાઓના પરિશ્રમથી
સારામાં સારી સેવા આપવાનું કામ થયું
બનાસ, સાબર અને દુધ સાગર ડેરીનો વિસ્તાર
દુનિયાભરના લોકો આજે આપણી ડેરીનું મોડલ જોવા આવે છે
કોરોનામાં વેક્સિન આપી લોકોને સુરક્ષિત કરાયા
પશુનું રસીકરણ કરાવવા પીએમની અપીલ
હવે દૂધની સાથે ગોબરનું વેચાણ
ગોબરમાંથી વીજળી બનાવવા તરફ કામ
દિવસ રાત વિકાસ કાર્યો ચાલે છે
ઉત્તર ગુજરાતમાં આજે ઉદ્યોગોની વણઝાર
હવે બહારથી લોકો રોજગાર માટે ઉત્તર ગુજરાતમાં આવતા થયા
આજે આવક બમણી થવા લાગી
પહેલા ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હતી
ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની
ઉત્તર ગુજરાતનું જીવનધોરણ બદલવાનો સંકલ્પ કર્યો
ગુજરાત ઓદ્યોગિક વિકાસ તરફ આગળ વધ્યુ
નર્મદા, મહીનું પાણી આજે ખેતર સુધી પહોંચ્યું
મા નર્મદાનું પાણી આજે ઘરે ઘરે
સુજલામ સુફલામ યોજનાને ઉત્તર ગુજરાતે સફળ બનાવી
ઉત્તર ગુજરાતમાં આજે ટપક અને સુક્ષ્મ સિંચાઈ
નવી ટેકનોલોજીનો ઉત્તર ગુજરાતમાં ભરપૂર ઉપયોગ
હવે ખેડૂત રોકડીયા પાક લેવા લાગ્યો
કોરોના પછી હળદર અને ઈસબગુલની દુનિયામાં ચર્ચા
ઉત્તર ગુજરાતને 6 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ
સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતને થશે લાભ
ઉત્તર ગુજરાતમાં વિકાસનો પટારો
વિકાસના કાર્યો માટે ગુજરાતના લોકોને અભિનંદન
ભારતના વિકાસની ચર્ચા આજે આખી દુનિયામાં
આપણું ભારત આજે ચંદ્ર પર પહોંચ્યુ
દુનિયા જ્યા નથી પહોંચ્યું ત્યા ભારત પહોંચ્યુ
ભારતની ક્ષમતા જોઈને દુનિયાના નેતાઓ અચરજમાં
ભારતનો પરિચય આજે આખી દુનિયાને થયો
ભારતમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર
વિકાસના મોટા કામો માટે હિંમતપૂર્વક નિર્ણય
સ્થિર સરકારથી નિર્ણય લઈ શકાય છે
નવી ટેકનોલોજીનો ઉત્તર ગુજરાતમાં ભરપૂર ઉપયોગ
હવે ખેડૂત રોકડીયા પાક લેવા લાગ્યો
કોરોના પછી હળદર અને ઈસબગુલની દુનિયામાં ચર્ચા
મા નર્મદાનું પાણી આજે ઘરે ઘરે
સુજલામ સુફલામ યોજનાને ઉત્તર ગુજરાતે સફળ બનાવી
ઉત્તર ગુજરાતમાં આજે ટપક અને સુક્ષ્મ સિંચાઈ
પહેલા ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હતી
ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની
ઉત્તર ગુજરાતનું જીવનધોરણ બદલવાનો સંકલ્પ કર્યો
ગુજરાત ઓદ્યોગિક વિકાસ તરફ આગળ વધ્યુ
વડાપ્રધાન મોદી ખેરાલુના ડભોડા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. પરંપરાગત નૃત્ય સાથે PM મોદીનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન મોદી રાજ્યના સાત જિલ્લાને વિકાસલક્ષી ભેટ આપશે. રેલવે સહિત 5 વિભાગોના વિકાસકાર્યોની ભેટ આપશે.
ચીખલા હેલિપેડ ખાતે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું હતું. શંકરભાઇ ચૌધરી અને હર્ષ સંઘવીએ તેમનું સ્વાગત હતું હતુ. PM મોદીને આવકારવા અંબાજીમાં જનમેદની ઉમટી હતી. અંબાજી દર્શન બાદ PM મોદીનો ખેરાલુનો પ્રવાસ છે. ખેરાલુમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ખેરાલુમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો ઉમટ્યા હતા. વડાપ્રધાન મોદી 5 હજાર 950 કરોડના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન મોદી અમદાવાદથી અંબાજી જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટથી PM મા અંબાના દર્શન માટે રવાના થયા હતા. અંબાજીમાં દર્શન બાદ PM મોદી ખેરાલુના ડભોડામાં કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ ગુજરાતને 5950 કરોડના વિકાસકામોની ભેટ આપશે. પીએમ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન સોમવારે મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં એક રેલીમાં 5,950 કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, એમ ગુજરાત સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. આમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં બે રેલ્વે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેમાં 77 કિલોમીટર લાંબો વેસ્ટર્ન ગુડ્સ કોરિડોર સેક્શન અને વિરમગામથી સામખીયાળી સુધીની 182 કિલોમીટર લાંબી રેલ્વે લાઇનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ ગુજરાત રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. મોદી મહીસાગર જિલ્લામાં સાબરમતી નદી અને પાનમ જળાશય આધારિત લિફ્ટ સિંચાઇ સંબંધિત પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે જેને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે વડાપ્રધાનને આવકારવા માટે જિલ્લા ભરના ભાજપના કાર્યકરો આગેવાનો તેમજ નેતાઓ અંબાજી પહોંચી રહ્યા છે. વડાપ્રધાન અંબાજી આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત લોકો વડાપ્રધાનને આવકારવા માટે ઉત્સુક બન્યા છે અને અંબાજીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 5,950 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં પણ પૂજા-અર્ચના કરશે.
વડાપ્રધાન સોમવારે મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં એક રેલીમાં 5,950 કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, એમ ગુજરાત સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. આમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં બે રેલ્વે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેમાં 77 કિલોમીટર લાંબો વેસ્ટર્ન ગુડ્સ કોરિડોર સેક્શન અને વિરમગામથી સામખીયાળી સુધીની 182 કિલોમીટર લાંબી રેલ્વે લાઇનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ ગુજરાત રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. મોદી મહીસાગર જિલ્લામાં સાબરમતી નદી અને પાનમ જળાશય આધારિત લિફ્ટ સિંચાઇ સંબંધિત પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કરશે.
પ્રવાસન સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે
પીએમ એકતા નગરમાં વિકાસ પરિયોજનાઓ અને પ્રવાસન સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે. આમાં 30 ઈ-બસ, સાર્વજનિક બાઇક-શેરિંગ પ્રોગ્રામ, ગુજરાત ગેસ લિ. તરફથી બનાવવામાં આવેલ સિટી ગેસનું વિતરણ તેમજ એકતા નગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે પરિવહનને સુવ્યવસ્થિત કરવા માટે ગોલ્ફ કાર્ટ સામેલ છે. આ ઉપરાંત વડાપ્રધાન 98મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને પણ સંબોધિત કરશે.
પટેલ જયંતિ પર મોદી યુવા ભારત સંગઠન લોન્ચ કરશે
પીએમ નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર યુવાનોના દેશવ્યાપી સંગઠન મેરા યુવા ભારતની શરૂઆત કરશે. તેમણે રવિવારે મન કી બાતમાં આ અંગેની જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -