PM Modi Gujarat Visit: આજે મોઢેરાની દેશભરમાં ચર્ચા છે: PM મોદી

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે.

એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 09 Oct 2022 05:44 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાંત 14,500 કરોડથી...More

આજે મોઢેરાની દેશભરમાં ચર્ચા છે: PM મોદી

પીએમ મોદીએ આજે કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, હજારો કરોડના પ્રોજેક્ટ રોજગારના નવા અવસર પેદા કરશે, ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે. આ ઉપરાંત મોઢેરા સોલાર પાર્વડ વિલેજના કારણે આજે દેશભરમાં મોઢેરાની ચર્ચા છે. પર્યાવરણવાદીઓ માટે મોઢેરા પોતાની જગ્યા બનાવી લેશે. આજે મોઢેરાના લોકો વીજળી પેદા કરતા થયા છે અને તેમાથી કમાણી કરતા પણ થયા છે.