PM Modi Gujarat Visit Live Updates: અંબાજી મંદિર પહોંચ્યા PM મોદી, પુજા કરી મા ના લીધા આશિર્વાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે
પીએમ મોદીની સભા પુરી કરી અંબાજી મંદિર પહોચ્યા હતા. અંહી તેમણે મા અંબાની પૂજા કરી આશિર્વાદ લીધા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાની ધરતી પર પહોંચી ચૂક્યા છે અને 2700 કરોડ રૂપિયાના ખર્ચે તારંગા હિલ-અંબાજી -આબુરોડ બ્રોડગેજ લાઈનનું ખાતમુહૂર્ત કરવાના હોઇ બનાસકાંઠા જિલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. નરેન્દ્ર મોદી હેલીપેડથી સભા સ્થળે પહોંચતા રસ્તામાં દાંતાના મોટા સડા ગામે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્થાનિક આદિવાસ લોકોએ પરંપરાગત નૃત્ય કરી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ રેલ્વે લાઈન માટે વર્ષોથી બનાસકાંઠા જિલ્લા વાસીઓની માંગણી હતી ત્યારે હવે આ સપનું પૂર્ણ થતા જિલ્લા વાસીઓમાં આનંદો છવાયો છે અને આ રેલ્વે લાઈન શરૂ થતા અહીં આજુબાજુના અનેક ગામડાના લોકોને રોજગારી મળશે અને તેનાથી મોટો ફાયદો થશે.
પીએમ મોદી બનાસકાંઠામાં 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગૌ માતા-ગૌ વંશના નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે. વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે. તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું PM ભૂમિપૂજન કરશે. અંબાજી ખાતે જાહેરસભામાં લોકાર્પણ અને ખાતમૂહર્ત બાદ PM અંબાજી મંદિર ખાતે વિશેષ પુજા વિધિ કરશે અને ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે માલગાડીઓની સ્પીડ વધશે ત્યારે ગુજરાતના બંદરો વધુ ઝડપથી કામ કરી શકશે. ગુજરાતના દરિયાકાંઠાને સૌથી વધુ ફાયદાની સંભાવના છે. છેલ્લા આઠ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અમે જન આશાઓથી જોડ્યા છે. બાળકોને મેટ્રો સ્ટેશન અને મેટ્રોની વ્યવસ્થા દેખાડવી જોઇએ. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ફેઝ-2માં અમદાવાદને ગાંધીનગર સાથે જોડાશે. વંદે ભારત ટ્રેન વધુમાં વધુ સાડા પાંચ કલાકમાં ગાંધીનગરથી મુંબઇ પહોંચાડી દેશે
અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માર્મિક નિવેદન હું મુખ્યમંત્રી હતો ત્યારનો મલ્ટી લેવલ ટ્રાન્સપોસ્ટેશનનો વિચાર હતો. ત્યારની ભારત સરકારે સાથ ના આપતા ત્યારે થઈ ન શક્યું. હવે તમે મને દિલ્હી મોકલ્યો એટલે આ શક્ય બન્યું. ટ્વીન સિટીના વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગાંધીનગર - અમદાવાદ છે. આવનારા દિવસોમાં અનેક ટ્વીન સિટીના વિકાસ થશે. આણંદ - નડિયાદ, ભરૂચ-અંકલેશ્વરનો વિકાસ થશે. હાલોલ - કાલોલ, સુરત-નવસારીનો પણ વિકાસ થશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતુ કે ગાંધીનગર રેલવે સ્ટેશન દુનિયાના કોઇ પણ એરપોર્ટથી ઓછું નથી. આઠ વર્ષોમાં નાના શહેરોને એર કનેક્ટિવિટીથી જોડાયા છે. અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની સ્વીકૃતિ આપી દીધી છે. અમદાવાદ આગામી 24 વર્ષમાં વિકસિત ભારતના નિર્માણને સુનિશ્વિત કરશે. ટ્વિન સિટીનો વિકાસ કેવી રીતે થાય છે તેનું ગાંધીનગર અમદાવાદ ઉત્તમ ઉદાહરણ છે. મહેસાણા કડી જેવા ટ્વિન સિટી ગુજરાતની ઓળખને વધુ સશક્ત કરશે. ગિફ્ટ સિટી હજારો લોકોને રોજગારી આપવાનું કેન્દ્ર બની ગયુ છે.
વડાપ્રધાને કહ્યું કે મારે અમદાવાદને આજે સો-સો સલામ કરવી છે. અમદાવાદમાં આટલો મોટો જનસાગર મે પ્રથમવાર જોયો છે. અમદાવાદીઓને મેટ્રો શું છે તેની બરાબર સમજણ છે. સૌથી વધુ આર્થિક લાભ કેવી રીતે થાય તે અમદાવાદનો માણસ નક્કી કરે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આત્મનિર્ભર થતા ભારત માટે આજે મહત્વનો દિવસ છે. વંદે ભારત ટ્રેનની તેજ રફતાનો આનંદ માણ્યો. કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર મેટ્રો સ્ટેશનથી હું થલતેજ પહોંચ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. જોકે, લોકો 2જી ઓક્ટોબરથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. દુર્દર્શન મેટ્રો સ્ટેશન ખાતેથી મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. હવે મેટ્રો ટ્રેન 40 કિ.મી.ના રૂટ પર દોડશે
ગાંધીનગર-મુંબઇ વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી આપી હતી. ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી વડાપ્રધાન મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ ટ્રેન વિશે માહિતી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્રેનની સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ ગાંધીનગર-મુંબઇ વંદે ભારત ટ્રેનમાં નિરીક્ષણ કર્યું હતું. તેઓ વંદે ભારત ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
ગાંધીનગર રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને પ્રસ્તાન કરાવે તે પહેલાં પીએમ મોદી દાંડી કુટીર જશે. મહાત્મા ગાંધી સાથે જોડાયેલ દાંડી કુટીર પીએમ મોદીના વિઝન પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેકટ છે. અંદાજે 10 વાગ્યા બાદ દાંડી કુટીર જશે
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ સુધીની સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવશે. સવારે સાડા દસ વાગ્યે વંદે ભારત ટ્રેનમાં સવાર થઈ PM મોદી ગાંધીનગરથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરી પણ કરશે. દેશમાં વિકસિત કરવામાં આવેલ ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ એટલે કે KAVACH ટેક્નિકથી સજજ પહેલી ટ્રેન શૂન્યથી 100 કિ.મી સુધીની ઝડપ માત્ર 52 સેકન્ડમાં પ્રાપ્ત કરશે.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં શરૂ થનારી વંદે ભારત ટ્રેન પ્રથમ વખત KAVACH ટેકનિકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 2022ના બજેટમાં બે હજાર કિલોમીટર સુધીના રેલ નેટવર્કને કવચ હેઠળ લાવવાની યોજના વિશેની જાહેરાત કરી હતી. રેલવે મંત્રાલયે વંદે ભારત ટ્રેનના સત્તાવાર શેડ્યુલની જાહેરાત કરાઇ છે.
તે સિવાય વડાપ્રધાન મોદી અમદાવાદના નાગરિકોને પણ મોટી ભેટ આપશે. વડાપ્રધાન મોદી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કરશે. તેઓ થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટની મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -