PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'

PM Modi in Gujarat: સોમનાથ મહાદેવના  મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે

Advertisement

gujarati.abplive.comLast Updated: 11 May 2026 01:26 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મેના રોજ ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીએ રવિવારે રાત્રે જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે આયોજિત જનસભાને સંબોધિત કરી હતી. મંત્રી...More

PM Modi in Gujarat Live: 75 વર્ષ પહેલાં આજના દિવસે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોઈ સામાન્ય પ્રસંગ નહોતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર હર મહાદેવના નાદ સાથે સભામાં સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે જે પ્રકારનું વાતાવરણ છે તે જોતા લાગી રહ્યું છે કે, સમગ્ર સૃષ્ટિ આજે કહી રહી છે કે જય સોમનાથ જય જય સોમનાથ. સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે. ઝેર પીને જે શંકર થયા તેમના શરણમાં અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દાદાના સોમનાથના અન્નય ભક્ત તરીકે અનેકવાર નતમસ્તક થયો છું. 


થોડા સમય પહેલા અહીં આવ્યો ત્યારે આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવી રહ્યાં હતા અને આજે આધુનિક સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષની ઉજવણી સાથે આપણે માત્ર બે આયોજનોના ભાગ નથી બન્યા પરંતુ આપણે હજાર વર્ષોની અમૃત યાત્રાને અનુભવ કરવાનો શિવજીએ મોકો આપ્યો છે. 75 વર્ષ પહેલા આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃસ્થાપના એ કોઇ સાધારણ અવસર ન હતો. જો 1947માં ભારત આઝાદ થયું હતું તો 1951માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાની ઉદ્ઘોષણા કરી હતી. હું સમગ્ર દેશવાસીઓ અને શિવભક્તોને આ મહોત્સવની શુભકામના પાઠવું છું. આજનો દિવસ બીજી એક અન્ય બાબતથી પણ વિશેષ છે. 11 મે 1998માં આજના દિવસે દેશે પોખરણમાં પરમાણું પરિક્ષણ કર્યું હતું. દેશે 11 મેના રોજ પહેલા ત્રણ પરમાણું પરિક્ષણ કર્યા. આપણા વૈજ્ઞાનિકોએ ભારતની ક્ષમતાને વિશ્વની સામે રાખી હતી. 


75 વર્ષ પહેલાં આજના દિવસે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. સ્વતંત્રતા સમયે સરદાર સાહેબે 500થી વધુ રજવાડાઓનું એકીકરણ કરીને એક અખંડ ભારતનો આકાર બનાવ્યો હતો. ભારતે માત્ર આઝાદી મેળવી નથી પરંતુ તેના વારસાના ગૌરવને પણ સ્વીકારી રહ્યું છે.

© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.