PM Modi in Gujarat: 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસ આવ્યા છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. દરમિયાન, આજે PM ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. ત્યાં પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા.

Continues below advertisement

દીક્ષાંત સમારોહમાં પીએમે મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જ્યારે ન્યાય પ્રણાલી સમયસર સજા આપી શકે છે, ત્યારે ગુનેગારોમાં ડર હોય છે. આઝાદી પછી આપણા દેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે કામ થવું જોઈતું હતું, પરંતુ કમનસીબે આપણે પાછળ રહી ગયા. આજે પણ સામાન્ય લોકો પોલીસથી દૂર રહેવા માંગે છે. આપણા દેશમાં સુરક્ષાના ક્ષેત્રમાં એવા લોકોને લાવવાની જરૂર છે, જેથી સામાન્ય માણસના મનમાં મિત્રતા અને વિશ્વાસની લાગણી અનુભવી શકે. 

ક્રાઈમ અને ટેક્નોલોજી પર બોલ્યા પીએમઃક્રાઈમ અને ટેક્નોલોજી વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આપણે એવા સમયમાં છીએ જ્યાં કોઈપણ ગુનેગારને પકડવા માટે ટેકનિકલ જ્ઞાન હોવું એ એક મોટો પડકાર છે. જો આપણે ટેક્નો ફ્રેન્ડલી ન હોઈએ તો જે કામ સમયસર થવું જોઈએ તે પૂર્ણ કરવામાં વધુ સમય લાગે છે. આજકાલ ટેકનોલોજીના માધ્યમથી અનેક ગુનાઓ થઈ રહ્યા છે. સાયબર ગુનેગારોને પકડવા માટે ટેકનિકલ જ્ઞાન ખૂબ જ જરૂરી છે.

Continues below advertisement

વિશ્વમાં આ યુનિવર્સિટી ક્યાંય નથીઃPMએ કહ્યું કે, દુનિયામાં ક્યાંય બાળકોની યુનિવર્સિટી નથી. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં આવી બે યુનિવર્સિટીઓ છે. તેમણે કહ્યું કે, આજે ગાંધીનગર શિક્ષણ ક્ષેત્રે પણ વાઇબ્રન્ટ વિસ્તાર બની રહ્યું છે. આપણા દેશમાં એક જ ક્ષેત્રમાં ઘણી યુનિવર્સિટીઓ છે અને બે યુનિવર્સિટીઓ એવી છે જે સમગ્ર વિશ્વમાં માત્ર ભારતમાં જ છે. તેમણે કહ્યું કે દુનિયામાં ક્યાંય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નથી.