PM મોદીએ કહ્યુ- 'સદીઓ બાદ પાવાગઢ મંદિર પર શિખર ધ્વજ ફરક્યો'
માતા હીરાબાના આશીર્વાદ લઇને વડાપ્રધાન મોદી પાવાગઢ પહોંચ્યા હતા. અહી તેઓ મા મહાકાળીના મંદિરે ધ્વજારોહણ કરશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુજરાતના તિર્થોમાં આજે શાંતિ, સુવિધા અને સમુદ્ધિ છે. ગુજરાતના રક્ષા કવચ તરીકે કામ કરતું એક શક્તિ ચક્ર છે. બનાસકાંઠામાં મા અંબાજી, પાવાગઢમાં મા મહાકાળી, ચોટીલામાં મા ચામુંડા, ભાવનગર પાસે ખોડિયાર માતાજી, મહેસાણા પાસે બહુચર માતાજી, ઉંઝામાં ઉમિયાધામ છે. પંચમહાલ મહાન ગાયકોની ધરતી છે. પાવાગઢ 24 કલાક વીજળીની જ્યોતિગ્રામ યોજનાનું સાક્ષી છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સદીઓ બાદ પાવાગઢ મંદિર પર શિખર ધ્વજ ફરક્યો છે. સદીઓ અને યુગ બદલાઇ પરંતુ આસ્થાનુ શિખર સર્વોચ્ચ રહે છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. કેદારધામ અને કાશીમાં પણ ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ છે.
લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મા મહાકાળીના ચરણોમાં બેસીને આશીર્વાદ મેળવ્યા છે. સપનું જ્યારે સંકલ્પ બને અને સંકલ્પ જ્યારે સિદ્ધિ બને ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. આ ક્ષણ પ્રેરણા અને ઉર્જા આપનારી છે. ગુપ્ત નવરાત્રી અગાઉ મહાકાળીનું આ મંદિર દિવ્યરૂપમાં દર્શન આપી રહ્યું છે.
બ્રેકગ્રાઉન્ડ
માતા હીરાબાના આશીર્વાદ લઇને વડાપ્રધાન મોદી પાવાગઢ પહોંચ્યા હતા. અહી તેઓ મા મહાકાળીના મંદિરે ધ્વજારોહણ કરશે 137 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર સંકુલમાં વિકાસ કાર્યો કરવામા આવ્યા છે. પરિસરના પ્રથમ અને બીજા માળે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. શિખરને નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરાયું છે. જીર્ણોદ્વારનું કાર્ય 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -