પ્રધાનમંત્રી મોદીએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો,કહ્યું- 'દરેક રમતમાં આપણા યુવાનો કમાલ કરી રહ્યા છે'

ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બીજો રોડ શો યોજ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ રુપે પીએમ સતત લોકો વચ્ચે જઈને ભાજપના 4 રાજ્યોમાં મળેલા વિજયનો સંદેશ પણ આપી રહ્યા છે.

Advertisement

gujarati.abplive.com Last Updated: 12 Mar 2022 07:47 PM

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાતના પ્રવાસે આવેલા આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બીજો રોડ શો યોજ્યો છે. અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે 11મા ખેલ મહાકુંભના શુભારંભ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી...More

કોરોનાના કારણે બે વર્ષ સુધી ખેલ મહાકુંભ પર બ્રેક લાગી હતી

કોરોનાના કારણે બે વર્ષ સુધી ખેલ મહાકુંભ પર બ્રેક લાગી હતી. જે રીતે ભૂપેંદ્ર ભાઈએ ફરી ખેલ મહાકુંભ શરુ કર્યો ખેલાડીઓમાં નવા જોશને ભરી દિધો છે. 12 વર્ષ પહેલા 2010માં ગુજરાતના મુખ્યમંત્રીના નાતે  ખેલ મહાકુંભની શરુઆત કરી હતી આજે કહી શકુ છુ કે જે સપનાનું બીજ મે વાવેલું તે આજે વટવૃક્ષ બન્યું છે.  2010માં પહેલા ખેલ મહાકુંભમાં ગુજરાતમાં 16 ખેલમાં 13 લાખ ખેલાડીઓ સાથે આરંભ થયો હતો. ભૂપેંદ્રભાઈએ જણાવ્યું કે 2019માં થયેલા ખેલ મહાકુંભમાં ભાગીદારી 13 લાખથી 40 સુધી પહોંચી ગઈ. 

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.