pm modi new cabinet : ગુજરાતના નવસારીના સાંસદ અને પીએમ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા સીઆર પાટીલે પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે અને ચોથી વખત સાંસદ બન્યા છે. સીઆર પાટીલ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. હાલમાં સીઆર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે. કાર્યકરોમાં સીઆર પાટીલની પકડ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. 






ચંદ્રકાંત રઘુનાથ પાટીલ, જેઓ સી. આર. પાટીલ તરીકે વધુ જાણીતા છે, તેઓ ગુજરાતમાં નવસારીમાંથી ત્રણ વખત ચૂંટાયેલા સંસદ સભ્ય છે.તેઓ લોકસભાના સભ્ય છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સારું કામ કર્યું છે. 


પાટીલનો જન્મ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પિમ્પરી અકરૌત ગામમાં 16 માર્ચ, 1955ના રોજ થયો હતો.1951માં પરિવાર ગુજરાતમાં આવી ગયો હતો. સી આર પાટીલે ITI, સુરત ખાતે પોસ્ટ-સ્કૂલ ટેકનિકલ તાલીમ મેળવી.તેમના પિતાની જેમ, તેમણે પણ ગુજરાત પોલીસમાં 1975 થી પોલીસ કોન્સ્ટેબલ તરીકે કામ કર્યું અને 14 વર્ષ સુધી સેવા આપી. 1989માં ભાજપમાં જોડાયા હતા. તેમણે અંદાજે 1991માં રાજકારણમાં ઝંપલાવ્યું. 



દેશમાં સૌથી મોટા માર્જિનથી જીતી


સીઆર પાટીલ 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોથી જીતવાનો રેકોર્ડ પણ ધરાવે છે. દેશમાં સૌથી વધુ વોટ જીતવાના મામલે પીએમ મોદી પણ તેમની પાછળ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં સીઆર પાટીલને 9,72,739 વોટ મળ્યા હતા. તેમણે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,688 મતોથી હરાવ્યા હતા.


નવસારીમાં ચમત્કાર કર્યો


પાટીલ 2009માં નવસારીથી લોકસભાની ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેમના નામનો પ્રસ્તાવ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. આ પછી તેઓ 2014માં નવસારી બેઠક પરથી પણ જીત્યા હતા અને 2019માં તેમણે સૌથી મોટી જીત હાંસલ કરવાનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.


2020માં પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળી


ભાજપનો અભેદ્ય કિલ્લો કહેવાતા ગુજરાતમાં સીઆર પાટીલને 2020માં પ્રદેશ અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવી હતી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીતમાં દરેક વ્યક્તિ તેમની સંગઠનાત્મક કુશળતાના ચાહક બની ગયા હતા.