PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી શરૂ થઈ રહેલા તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન 77,4૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેઓ દાહોદ ખાતે લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઇલેક્ટ્રિક લોકોમોટિવને પણ લીલી ઝંડી આપશે.

Continues below advertisement

આ પછી, તેઓ લગભગ 24,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સોમવારે સાંજે, મોદી ભુજમાં 53,400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

PM મોદી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે

Continues below advertisement

પીએમ મોદી એક જાહેર કાર્યક્રમને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી 27 મેના રોજ ગાંધીનગરની મુલાકાત લેશે અને ગુજરાત શહેરી વિકાસના 20મા વર્ષગાંઠના સમારોહમાં હાજરી આપશે અને શહેરી વિકાસ વર્ષ 2025નું લોન્ચિંગ કરશે.

આ વિકાસકાર્યોનો જનતાને થશે સીધો લાભ

કનેક્ટિવિટી વધારવા અને વિશ્વ કક્ષાની મુસાફરી માળખાગત સુવિધા બનાવવાની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પીએમ મોદી દાહોદમાં ભારતીય રેલ્વેના લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ સ્થાનિક હેતુઓ અને નિકાસ માટે 9000 HP ઇલેક્ટ્રિક એન્જિનનું ઉત્પાદન કરશે. પીએમ મોદી પ્લાન્ટમાંથી ઉત્પાદિત પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનને પણ લીલી ઝંડી આપશે. આ એન્જિનો ભારતીય રેલ્વેની માલવાહક ક્ષમતા વધારવામાં મદદ કરશે.

દાહોદના રેલવે પ્રોડકશન પ્લાન્ટની વિશેષતા

    દાહોદના ખરોડ ખાતે રોલિંગ સ્ટોક કારખાનાનું નિર્માણ

PPP મોડલ પર 20 હજાર કરોડના ખર્ચે તૈયાર કરાયું રેલ કારખાનું

રેલ કારખાનામાં 9 હજાર હોર્સ પાવરના બનશે એન્જિન

4 એન્જિન અત્યાર સુધી થઈ ચૂક્યા છે તૈયાર

4600 ટનના કાર્ગોનું ટ્રાન્સપોર્ટેશન કરી શકશે લોકોમોટિવ એન્જિન

5800 ટનની ગાડીને ખેંચી શકશે આ એન્જિન

120 કિમી પ્રતિ કલાકની ઝડપે એન્જિન દોડવા સક્ષમ

10 વર્ષમાં 1200 એન્જિન તૈયાર કરવાનો ટાર્ગેટ

1 વર્ષમાં 160 એન્જિન બનાવવાનો ટાર્ગેટ

દાહોદમાં નિર્માણ થનાર દરેક એન્જિન D9થી ઓળખાશે

D એટલે દાહોદ,9 એટલે 9 હજાર હોર્સપાવર

દાહોદમાં 24 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ- શિલાન્યાસ

107 કિમી રેલવે લાઈનના ઈલેકટ્રિફિકેશનના કામનું લોકાર્પણ

કલોલ-કડી-કટોસણ રેલવે લાઈન ગેજ પરિવર્તિનનું લોકાર્પણ

રેલવે લાઈન ઈલેક્ટ્રિફિકેશન, ડબલિંગ અને ગેજ પરિવર્તનના 2287 કરોડના કામ

181 કરોડના ખર્ચે ચાર જૂથ પુરવઠા યોજનાના કામોનું લોકાર્પણ

મહિસાગર અને દાહોદના 4.62 લોકોને મળશે પીવાનું શુદ્ધ પાણી

49 કરોડના ખર્ચે નામનાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના કરશે સમર્પિત

નામનાર યોજના હેઠળ 39 ગામના 1.01 લાખ લોકોને મળશે શુદ્ધ પાણી

70 હજાર કરોડના ખેરોલી સુધારણા પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ

માર્ગ- મકાન, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત

SRP જૂથ-4 પાવડી ખાતે પોલીસ આવાસના બાંધકામનો શિલાન્યાસ

દાહોદ પાલિકાના નવનિર્મિત બિલ્ડીંગ, આદિવાસી મ્યુઝિયમનું ખાતમુર્હૂત

સ્માર્ટ લાયબ્રેરી, સ્માર્ટ પ્રાથમિક શાળા, ટ્રક ટર્મિનલ અને ડોરમેટરીનો શિલાન્યા