PM Modi Gujarat Visit:ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે,. તેઓ 2 દિવસ ગુજરાત રોકાણ કરશે. તેમનો દાહોદ, વડોદરા, અમદાવાદ, ભૂજમાં કાર્યક્રમ છે. જાણીએ પીએમ મોદીનું 2 દિવસનું સંપૂર્ણ શિડ્યુલ શું છે.
PM મોદીના 2 દિવસનો કાર્યક્રમ
26 મેનો PM મોદીનો કાર્યક્રમ
-26 મે એટલે કે આજે પીએમ મોદી 10 વાગ્યા આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે આવશે. અહી તેમનો એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો યોજાશે.
- બાદ તેઓ સીધા જ દાહોદ જશે.દાહોદમાં સવારે 11 વાગ્યે રેલવે પ્રોજકેટનું ઉદઘાટન કરશે.
દાહોદમાં 11વાગ્યે જનસભાને સંબોધશે
દાહોદ બાદ તેઓ તેઓ કચ્છમાં ભૂજ જશે. ભૂજમાં બપોરે 2 વાગ્યે રોડ શો યોજશે.
ભૂજમાં સાડાત્રણ વાગ્યે જન સભાને સંબોધશે
સાંજે તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદમાં 6:30 વાગ્યે રોડ શો યોજાશે. એરપોર્ટથી ઇન્દિરા બ્રીજ સુધી રોડ શો થશે બાદ તેઓ ભોજન બાદ રાજ ભવનમાં કરેશ રાત્રિ રોકાણ કરશે
27 મે મંગળવારનો કાર્યક્રમ
27 મેની સવારે PM મોદી મહાત્મા ગાંધી મંદિર જશે, અહીં શહેરી વિકાસ વર્ષની ઉજવણીનું ઉદઘાટન કરશે આ પહેલા જિલ્લા પંચાયત કચેરીથી મહાત્મા મંદિર સુધીનો અઢી કિલોમીટની રોડ શો યોજાશે.
દાહોદમાં 24 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ- શિલાન્યાસ
107 કિમી રેલવે લાઈનના ઈલેકટ્રિફિકેશનના કામનું લોકાર્પણ
કલોલ-કડી-કટોસણ રેલવે લાઈન ગેજ પરિવર્તિનનું લોકાર્પણ
રેલવે લાઈન ઈલેક્ટ્રિફિકેશન, ડબલિંગ અને ગેજ પરિવર્તનના 2287 કરોડના કામ
181 કરોડના ખર્ચે ચાર જૂથ પુરવઠા યોજનાના કામોનું લોકાર્પણ
મહિસાગર અને દાહોદના 4.62 લોકોને મળશે પીવાનું શુદ્ધ પાણી
49 કરોડના ખર્ચે નામનાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના કરશે સમર્પિત
નામનાર યોજના હેઠળ 39 ગામના 1.01 લાખ લોકોને મળશે શુદ્ધ પાણી
70 હજાર કરોડના ખેરોલી સુધારણા પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ
માર્ગ- મકાન, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત
SRP જૂથ-4 પાવડી ખાતે પોલીસ આવાસના બાંધકામનો શિલાન્યાસ
દાહોદ પાલિકાના નવનિર્મિત બિલ્ડીંગ, આદિવાસી મ્યુઝિયમનું ખાતમુર્હૂત
સ્માર્ટ લાયબ્રેરી, સ્માર્ટ પ્રાથમિક શાળા, ટ્રક ટર્મિનલ અને ડોરમેટરીનો શિલાન્યાસ.