વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત 3 દિવસ એટલે કે 18 થી 20 એપ્રિલ સુધી ચાલશે. 18 એપ્રિલે, સાંજે 6 વાગ્યે, વડાપ્રધાન ગાંધીનગરની શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર પહોંચશે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરશે.
સોમવારે સાંજે જ્યારે વડાપ્રધાન આ સંકુલમાં પહોંચશે ત્યારે સૌ પ્રથમ તેઓ પરિસરની અંદર વેદ વ્યાસની મૂર્તિને પુષ્પહાર પહેરાવશે અને દીપ પ્રગટાવશે અને ત્યાં હાજર લોકો તેમનું સ્વાગત કરશે. આ પછી વડાપ્રધાન મોદી અહીંથી આ સંકુલના બીજા માળે પહોંચશે, જ્યાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર વાત-ચીત અને ભાષણમાં આપેલા સંદેશ અને વાક્યોને પોસ્ટર રુપે સમગ્ર બિલ્ડિંગમાં પ્રદર્શિત કરવામાં આવશે.
PM મોદી માતા-પિતા સાથે વાતચીત કરશેઃ
આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂમમાં પહોંચશે, જ્યાં તેઓ બેસીને ગુજરાતની લગભગ 54,000 શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્કૂલ મેનેજમેન્ટના લોકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરશે. જો કે, વડાપ્રધાન અહીં માત્ર સંવાદ સ્થાપિત કરશે નહીં, પરંતુ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની વિશેષતા દેશ અને દુનિયા સમક્ષ લાવશે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની વિશેષતા:
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની વિશેષતા એ છે કે, આ કમાન્ડ સેન્ટરમાં બેસીને ગુજરાતની 54,000 શાળાઓના બાળકોની કામગીરી અને સમસ્યાઓથી માંડીને વિદ્યાર્થીઓ કઇ બાબતો અને વિષયમાં સારા છે અને કયા વિષયમાં તેઓને મુશ્કેલી પડી રહી છે તે બધું જ જાણી શકાશે. આ સાથે આ કંટ્રોલ સેન્ટરમાં બેસીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીની વિગતો પણ જાણવા મળે છે. શાળાઓમાં સુવિધાઓ અને આવવા-જવાની વ્યવસ્થા સહિત અન્ય તમામ બાબતોની માહિતી પણ આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી મળી શકે છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પ્રથમ મુલાકાતઃ
આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર થોડા સમય પહેલા શરૂ થઈ ગયું છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પ્રથમ મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાનની અહીં મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે, આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વડાપ્રધાનના વિઝનને પણ બતાવે છે અને આગળ લઈ જાય છે, જેનો તેઓ તેમના ભાષણો અને નિવેદનોમાં ઉલ્લેખ કરતા રહે છે. એટલે કે વિદ્યાર્થીઓએ માત્ર અભ્યાસ જ નહીં પરંતુ તેમના સર્વાંગી વિકાસ માટે પણ સંપૂર્ણ કાળજી લેવી જરૂરી છે અને આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા આ કાર્ય સારી રીતે થાય છે.