અમદાવાદ:  આમ આદમી પાર્ટીના કિશાન સંગઠનના 19 જેટલા હોદ્દેદારો આજે કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે 200 જેટલા આપના કાર્યકરો પણ કોંગ્રેસ સાથે જોડાયા છે.  આ બાબતે કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે જણાવ્યું કે, આપના નેતાઓ દાવો કરે છે કે આ લોકોને સસ્પેન્ડ કાર્ય હતા. પરંતુ હકીકતમાં એક પણ હોદ્દેદારોને લેટર આપીને સસ્પેન્ડ નથી કર્યા, માત્ર પોતાની ઓફિસની ફાઈલમાં ટાઇપ કરેલો લેટર મૂકી રાખ્યો હતો. વિવિધ જિલ્લાના આપના કાર્યકરો AAPથી કંટાળી ગયા છે કેમકે AAPની કોઈ વિચારધારા જ નથી. આગામી દિવસોમાં પણ આપમાંથી વધુ લોકો કોંગ્રેસમાં જોડાશે.



આમ આદમી પાર્ટીએ કાર્યાલયની માગ કરી


રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસના બે કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે ત્યારે હવે આ કોર્પોરેટરોએ મહાનગરપાલિકાની કચેરીમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય મળે તેવી માંગ કરી છે. પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ પણ વિપક્ષી પાર્ટી છે અને અમે તેના કોર્પોરેટર છે તો લોકોની રજૂઆત સાંભળવા માટે એક કાર્યાલય મળવું જોઈએ.


નોંધનીય છે કે રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષમાં માત્ર ચાર કોર્પોરેટરો જ હતા. જેમાં થી કોંગ્રેસના ચાર કોર્પોરેટરો પૈકી બે કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાઇ જતાં બે કોંગ્રેસના અને બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો મહાનગરપાલિકા હાલ છે. પાર્ટી સાથે વિગ્રહ કરનાર અને આમ આદમી પાર્ટીમાં જોડાનાર બંને કોર્પોરેટર અને કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે ત્યારે આ નોટિસ અંગે જવાબ આપતા કોર્પોરેટર વશરામ સાગઠિયા જણાવ્યું હતું કે હજુ સુધી તેમના ઘરે નોટીસ મળી નથી. તેમને માત્ર વોટ્સએપમાં જ નોટિસ મળી છે. જોકે આ નોટિસનો જવાબ આપવાનું જરૂરી ન લાગતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા લડશે ચૂંટણી


જેલમાંથી જામીન પર છૂટેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બીજા જ દિવસે એક મોટી જાહેરાત કરી છે. યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે સંગઠન, સમિતિ કે કોઈ પક્ષ કહેશે બાદમાં તેઓ ચૂંટણી લાડવાનો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મને લાગશે તો ચૂંટણી લડશે. આ સાથે જ યુવરાજસિંહ જાડેજાએ નવા સંગઠનની જાહેરાત કરી છે. યુવરાજસિંહે નવા સંગઠન યુવા નવનિર્માણ સેનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે શિક્ષિત યુવાનોના અધિકાર માટે યુવા નવનિર્માણ સેના કામ કરશે. તેમણે કહ્યું કે યુવાનોના હક્ક, હિત અને અધિકાર માટે કામ કરતો રહ્યો છું અને આગળ પણ કરતો રહીશ.