PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે, વનતારાથી સોમનાથ મહાદેવ જવા રવાના

PM Modi Gujarat Visit Live:PM મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ પર છે, શનિવારે સાંજે જામનગર પહોંચ્યા બાદ સર્કિટ હાઉસમાં રાત્રિના આરામ કર્યા બાદ રવિવારે વહેલી સવારે તેઓ વનતારા જવા રવાના થઇ ગયા હતા..

gujarati.abplive.com Last Updated: 02 Mar 2025 12:59 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Gujarat Visit Live:વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ પર શનિવારે સાંજે જામનગર પહોંચ્યા હતા. અહીંના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ રવિવારે રિલાયન્સ ફાઉન્ડેશનના એનિમલ...More

PM મોદી આજે ગીર સોમનાથના પ્રવાસે

PM મોદી આજે ગીર સોમનાથના પ્રવાસે છે. PM મોદી આજે સોમનાથ મહાદેવના દર્શના કરીને બાદ સાસણના પ્રવાસે જશે. સાસણમાં સિંહસદન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે  બેઠક કરશે, સાસણમાં સિંહસદન ખાતે PM મોદી  રાત્રિ રોકાણ કરશે. PM મોદીના પ્રવાસને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સાસણ ગીરમાં SP, DySP સહિત 1 હજારથી વધુ પોલીસ કર્મચારી  તૈનાત રહેશે,