જૂનાગઢ:  આજે ગાંઠીલા ખાતે માં ઉમિયાનો 14મો પાટોત્સવ યોજાયો હતો. ઉમાધામ ગાંઠીલા પાટીદાર સમાજના આસ્થાનું કેન્દ્ર છે. આ પ્રસંગે પાટીદાર નેતા નરેશ પટેલ હાજર રહ્યા હતા. તો બીજી તરફ આ સમારોહમા પીએમ મોદીએ વર્ચયુલ માધ્યમથી સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પાટોત્સવમાં હાજર રહ્યા હતા. તેમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, પાટીદાર પાણીદાર ત્યારે બને કે જ્યારે પાણી હોય એટલે મા ઉમિયાના સાનિધ્યમાં 75 તળાવોનું અભિયાન આપણે કરી શકીએ. આ પ્રસંગે તેમણે સીએમ ભુપેન્દ્ર પટેલના પણ વખાણ કર્યા હતા. પીએમએ ભુપેન્દ્ર પટેલને મૃદુ અને મક્કમ કહ્યા હતા.


 






આ ઉપરાંત આ ઉત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મનસુખ માંડવિયાએ પણ હાજરી આપી હતી. ગાંઠીલા ખાતે યોજાયેલ આ પાટોત્સવમાં 51 કુંડી હવન,મહિલા સંમેલન અને આરોગ્ય કેમ્પ સહિત ઘમા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે, આ મંદિરનું ઉદ્ઘાટન 2008માં તત્કાલિન ગુજરાતના સીએમ અને હાલમાં દેશના PM મોદીના હસ્તે કરાયું હતું.


 






ગાંઠીલા ખાતેના આ પાટોત્સવમાં 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે લોકડાયરામાં જાણીતા કલાકારો ભજનના સુર રેલાવશે.


આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, આવતીકાલ 10મી એપ્રિલ, 2022ના રોજ રામનવમીના અવસરે, ગુજરાતના જૂનાગઢના શ્રી ઉમાધામ ગાંઠીલા ખાતે 14મા મહા-પાટોત્સવના પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીશ. એ મારું સદ્ભાગ્ય છે કે આ મંદિરનું ઉદ્ઘાટન 2008માં મારા હસ્તે થયું હતું.


તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 19 એપ્રિલના રોજ ગુજરાત આપી રહ્યા છે. તેઓ જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશન મેડિસીનના કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રિય આયુષ મંત્રી સરદાનંદ સોનેવાલે જામનગર પત્રકાર પરિષદ યોજી આ માહિતી હતી. ગોરધનપર નજીક 35 એકર જમીનમાં આ સેન્ટર નિર્માણ પામશે જે દેશનું પ્રથમ કેન્દ્ર હશે.