PM મોદીનો રોડ શોઃ પીએમ મોદી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા, જાણો તમામ વિગતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે સવારે 10.45 વાગ્યાથી અમદાવાદ એરપોર્ટથી પ્રદેશ કાર્યાલય કમલમ સુધી પીએમ મોદીનો ભવ્ય રોડ શૉ શરુ થયો હતો.

gujarati.abplive.com Last Updated: 11 Mar 2022 04:32 PM
પીએમ મોદી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા

પીએમ મોદી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા. પીએમ મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ત્રીજી વખત કમલમની મુલાકાતે આવ્યા છે. ડે. સીએમ નિતીન પટેલ સહિતના ભાજપ નેતાઓએ પ્રધાનમંત્રી મોદીનું કમલમ ખાતે સ્વાગત કર્યું હતું.

પીએમ મોદીના રોડ શૉમાં વિવિધ જિલ્લાઓમાંથી ભાજપ કાર્યકરો ઉમટ્યા

પીએમ મોદીના રોડ શૉમાં વિવિધ જિલ્લાઓમાંથી ભાજપ કાર્યકરો ઉમટ્યા છે. લાખોની સંખ્યામાં કાર્યકરો પીએમ મોદીનું સ્વાગત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદી ખુલ્લી જીપમાં સવાર થયા, કેસરી ટોપી પહેરી

પ્રધાનમંત્રી મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને ભાજપ કાર્યકરોનું અભિવાદન સ્વિકારી રહ્યા છે. પીએમ મોદીએ કેસરી ટોપી પહેરી છે. તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ પીએમ મોદી સાથે જીપમાં સવાર થયા છે.

પીએમ મોદીનો એરપોર્ટ પરથી રોડ શો શરુ

પીએમ મોદીનો એરપોર્ટ પરથી રોડ શો શરુ થઈ ગયો છે. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પણ પીએમ મોદીની ગાડીમાં સવાર છે.

પીએમના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી

પીએમના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રોડ શૉના રુટ પર 50 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ સ્ટેજ પર ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખીઓ અને વિવિધ લોકનૃત્યો કરવામાં આવી રહ્યા છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા. 

પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એરપોર્ટ પર પહોંચ્યા.

પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એરપોર્ટ પર પહોંચ્યા. થોડીવારમાં પ્રધાનમંત્રી મોદીનું એરપોર્ટ પર આગમન થશે.

પીએમ મોદીની ફલાઇટ 10.40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થશે

અમદાવાદઃ પીએમ મોદીની ફલાઇટ 10.40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થશે. એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

પીએમ મોદીના અભિવાદન સમારોહમાં વડોદરાથી ૧૦ હજાર લોકો આવશે

પીએમ મોદીના અભિવાદન સમારોહમાં વડોદરાથી ૧૦ હજાર લોકો આવશે જેમાં યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ પણ આ સમારોહમાં હાજરી આપશે.

ડીજીપી આશિષ ભાટિયા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા

ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. 10.30 વાગ્યા સુધીમાં પીએમ મોદીનું એરપોર્ટ પર આગમન થશે.

PM મોદીએ ટ્વીટ કરી ગુજરાત પ્રવાસના કાર્યક્રમોની વિગતો આપી

"પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત પ્રવાસ માટે હવે હું નિકળી રહ્યો છું. આજે અને કાલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીશ. આજે સાંજે 4 વાગ્યે પંચાયત મહાસંમેલનમાં સંબોધન કરીશ જેમાં પંચાયતીરાજના પ્રતિનિધિઓ હાજર રહેશે."





પીએમ મોદીનું આગમનઃ અમદાવાદ એરપોર્ટથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ સુધી રોડ શૉ

અમદાવાદ એરપોર્ટથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ સુધી યોજાનારા ભવ્ય રોડ શૉમાં લાખોની સંખ્યામાં ભાજપ કાર્યકરો પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે. સવારે 10.30 વાગ્યા પછી પ્રધાનમંત્રી મોદીના આગમન બાદ ભવ્ય રોડ શૉ શરુ થશે.

બ્રેકગ્રાઉન્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે સવારે પીએમ મોદી સવારે 10.30 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદીનો ભવ્ય રોડ શૉ યોજાશે. આ રોડ શૉમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પીએમ મોદીનું સ્વાગત કરશે. આ રોડશો અમદાવાદ એરપોર્ટથી કોબા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ સુધી યોદાશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પીએમ મોદીનું પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કમલમ ખાતે પીએમ મોદી અંદાજે દોઢથી બે કલાક રોકાશે.


કમલમથી પ્રધાનમંત્રી મોદી રાજભવન ખાતે પહોંચશે. બપોર બાદ પીએમ મોદી રાજભવનથી અમદાવાદના જીએમડીસી સેન્ટર ખાતે આયોજીત સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. સરપંચ સંમેલન બાદ પીએમ મોદી રાજભવન પરત ફરશે જે જ્યાં રાજભવન ખાતે રાજકીય બેઠકો યોજાશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.