દિલ્હીમાં ગુજરાતની કળા-સંસ્કૃતિ, રીત રિવાજોનો પરિચય થાય, ગુજરાતના પ્રવાસનને વધુ વેગ મળે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. નવ નિર્મિત ભવન માટે ગુજરાત સરકારની વિનંતીને ધ્યાને રાખી ભારત સરકારે 7066 ચોરસ મીટર જમીન અકબર રોડ ઉપર ફાળવી હતી.
અત્યાધુનિક સુવિધાથી સજ્જ ગુજરાત ભવનમાં 20325 ચોરસ મીટર બિલ્ટ અપ એરિયા છે. જેમાં 19 સ્યૂટ રૂમ, 59 અન્ય રૂમ, બિઝનેસ સેન્ટર, 200 બેઠકની ક્ષમતા ધરાવતો હોલ, ચાર લોંજ, જીમનેશ્યમ અને યોગા સેન્ટર, ટેરેસ ગાર્ડન અને લાયબ્રેરી તથા 80 બેઠક વ્યવસ્થા સાથેનો કોન્ફરન્સ હોલ પણ છે.
બોલીવુડની આ હોટ એકટ્રેસે શાહરૂખ સાથે પ્રથમ મુલાકાતને લઈ કહ્યું, ‘પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવું લાગ્યું’
ભાજપમાં જોડાયાના માત્ર બે દિવસમાં જ હેમંત ચૌહાણે ફેરવી તોળ્યું, વીડિયો પોસ્ટ કરીને કહી આ મોટી વાત, જાણો વિગત
કોહલી, બુમરાહે બતાવ્યા સિક્સ પેક, રોહિત અને પંતે ફાંદ છુપાવવા શું કર્યું, જાણો વિગત