PMની પાઘડી: દિલ્લીમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જામનગરની બાંધણી ચર્ચામાં થઇ રહી છે. PM મોદીએ આ વખતે ગુજરાતના જામગનરની ખાસ પાઘડી પહેરી છે. જામનગરના રાજવી પરિવારે આ પાઘડી PM મોદીને ભેટ આપી હતી. હાલમાં PM મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા. આ અવસરે જામનગરના રાજવી પરિવારે ભેટ આપી હતી.
PM મોદી દર વર્ષે ગણતંત્ર દિવસ પર અલગ પ્રકારની પાઘડી પહેરતા હોય છે. ગયા વર્ષે તેમણે ‘બાંધણી’ની જ પાઘડી પહેરી હતી..આ વર્ષે પહેરેલી પાઘડી ઓરેન્જ અને યેલો ડિઝાઇનની બાંધણી પ્રિન્ટની છે. 2015થી લઇ અત્યાર સુધીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ પર PM મોદીની પાઘડી પણ ધ્યાન આકર્ષિત કરે છે. તઓ આ અવસરે ખાસ પ્રકારની પાઘડીઓ પસંદ કરે છે. આ વર્ષે તેમણે જામનગરથી ભેટમાં મળેલી પાઘડી પહેરીને ગુજરાતની ભેટનું ગૌરવ વધાર્યું છે.
રાજવી પરિવારનું વિશ્વ સ્તરે સન્માન
જામનગરના વૈશ્વિક પરિવારનો વૈશ્વિક સ્તરે વિશેષ આદર છે. વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડમાં જામસાહેબ દિગ્વિજય સિંહે 1 હજાર બાળકોનો જીવ બચાવ્યો હતો. આ સંવેદનશીલ અને ઉદાત કાર્ય માટે જામનગરના આ રાજાને આજે પણ પોલેન્ડમાં યાદ કરાઇ છે. આટલું જ નહીં આ ઘટનાના કારણે પોલેન્ડના શરણાર્થીઓ જામનગરને લિટલ પોલેન્ડ માને છે.
દિલ્લી પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતની ઝલક, PM મોદીએ પહેરેલી બાંધણીની પાઘડી કોણે અને ક્યારે આપી હતી ભેટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jan 2021 11:21 AM (IST)
દિલ્લીમાં પ્રજાસત્તાક પર્વેની ઉજવણીમાં ગુજરાતની ઝલક જોવા મળી. આ અવસરે PM મોદીએ બાંધેલી બાંધણીની પાઘડી જામનગરની હતી. કોણે અને ક્યારે PMને પાઘડીની ભેટ મળી હતી જાણીએ.,,
- - - - - - - - - Advertisement - - - - - - - - -