કેવડિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  રવિવારે સવારે 11 વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના વિવિધ પ્રદેશો સાથે જોડતી 8 ટ્રેનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ સમયે ગુજરાતના કેવડિયામાં સીએમ રૂપાણી અને કેંદ્રીય રેલવે મંત્રી પીયૂશ ગોયલ હાજર રહેશે. મહત્વનું છે કે, કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે.

રવિવારથી જે આઠ ટ્રેન શરૂ થવાની છે તેમાંની એક ટ્રેન અમદાવાદથી કેવડિયા વચ્ચે દૈનિક દોડનારી જનશતાબ્દી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં નવીનતમ વિસ્ટા-ડોમ ટુરિસ્ટ કોચ બનાવવામા આવ્યો છે.. જેમાં બેસી પર્યટકો પ્રવાસમાં કુદરતી દ્રશ્યોનો નયનરમ્ય નજારો માણી શકશે.


આ ઉપરાંત પીએમ મોદી તરફથી રેલવેના અન્ય પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાશે. ડભોઈ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ઘાટન પણ કરાશે. આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓ ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે.



પીએમ મોદી આ આઠ ટ્રેનોને પ્રસ્થાન કરાવશે

કેવડિયા-વારાણણી (સાપ્તાહિક)
દાદર-કેવડિયા (દૈનિક)
અમદાવાદ-કેવડિયા (દૈનિક)
કેવડિયા-હઝરત નિઝામુદ્દીન
કેવડિયા-રીવા (સાપ્તાહિક)
ચેન્નઈ-કેવડિયા (સાપ્તાહિક)
પ્રતાપનગર-કેવડિયા (દૈનિક)
કેવડિયા-પ્રતાપનગર (દૈનિક)