= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સોમનાથ સ્વાભિમાન પર્વ પર મહાદેવના આશીર્વાદ: પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આ પ્રસંગ ગૌરવ અને મહિમાથી ભરેલો છે. તે ગૌરવના જ્ઞાન, વૈભવના વારસા અને આધ્યાત્મિકતાના અનુભવને મૂર્તિમંત કરે છે. તે અનુભવ, આનંદ, આત્મીયતા અને સૌથી ઉપર, મહાદેવના આશીર્વાદને મૂર્તિમંત કરે છે."
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
1000 વર્ષ પછી, સોમનાથ મહાદેવ મંદિર પર લહેરાતો ધ્વજ સમગ્ર બ્રહ્માંડને ભારતની શક્તિ અને શક્તિ વિશે પોકાર કરી રહ્યો છે: PM મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, ત્યારે મારા મનમાં એક પ્રશ્ન વારંવાર આવતો રહે છે કે બરાબર 1,000 વર્ષ પહેલાં, આ જ સ્થળે વાતાવરણ કેવું હશે? આપણા પૂર્વજોએ પોતાની શ્રદ્ધા, પોતાની માન્યતા, પોતાના મહાદેવ માટે બધું જ બલિદાન આપ્યું હતું. 1,000 વર્ષ પહેલાં, તે આક્રમણકારોએ વિચાર્યું હતું કે તેમણે આપણને જીતી લીધા છે. આજે, 1,000 વર્ષ પછી, સોમનાથ મહાદેવ મંદિર પર લહેરાતો ધ્વજ સમગ્ર બ્રહ્માંડને ભારતની શક્તિ અને શક્તિ વિશે પોકાર કરી રહ્યો છે... આ સ્થળનો દરેક કણ બહાદુરી અને હિંમતનો સાક્ષી છે."
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આક્રમણકારો આવતા રહ્યા, પણ સોમનાથ પુનઃસ્થાપિત થતું રહ્યું: પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "સોમનાથનો ઇતિહાસ વિનાશ અને હારનો નથી; તે વિજય અને પુનર્નિર્માણનો છે. તે આપણા પૂર્વજોની બહાદુરી, તેમના બલિદાન અને સમર્પણનો પુરાવો છે. આક્રમણકારો આવતા રહ્યા, પણ સોમનાથ દરેક યુગમાં પુનઃસ્થાપિત થતું રહ્યું. આટલી સદીઓનો સંઘર્ષ, આટલી મોટી ધીરજ, સર્જન અને પુનર્નિર્માણની આવી ભાવના, વિશ્વના ઇતિહાસમાં આવું ઉદાહરણ મળવું મુશ્કેલ છે."
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શૌર્ય સભામાં પીએમ મોદીએ શું કહ્યું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું, "આજે, દેશના ખૂણે ખૂણેથી લાખો લોકો આપણી સાથે જોડાયા છે. તે બધાને જય સોમનાથ. આ સમય અદ્ભુત છે, આ વાતાવરણ અદ્ભુત છે, આ ઉજવણી અદ્ભુત છે. એક તરફ, ભગવાન મહાદેવ, બીજી તરફ, સમુદ્રના મોજા, સૂર્યના કિરણો, મંત્રોનો પડઘો, શ્રદ્ધાનો આ ઉછાળો અને આ દિવ્ય વાતાવરણમાં ભગવાન સોમનાથના ભક્તોની હાજરી... આ પ્રસંગને ભવ્ય અને દિવ્ય બનાવી રહ્યા છે." તેમણે કહ્યું, "હું તેને એક મહાન સૌભાગ્ય માનું છું કે, સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે, મને સોમનાથ સ્વાભિમાન પર્વમાં સક્રિયપણે સેવા કરવાની તક મળી છે."
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીર હમીરજી ગોહિલને પુષ્પાંજલિ કરી અર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1299માં સોમનાથ મંદિરનું રક્ષણ કરતી વખતે ઝફર ખાનના હુમલામાં શહીદ થયેલા વીર હમીરજી ગોહિલને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સોમનાથ મંદિરમાં પ્રધાનમંત્રીએ જલાભિષેક કર્યો સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી અને ભગવાન શિવને પ્રાર્થના અને જલાભિષેક કર્યો
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રા પૂર્ણ સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રા પૂર્ણ થઇ ગઇ છે. હવે પીએમ મોદીના હસ્તે મહાદેવનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે. 35 મિનિટ સુધી જલાભિષેક પૂજા અર્ચન કરવામાં આવશે બાદ શંખ સર્કલથી સભા ગ્રાઉન્ડ સુધી પીએમ મોદીનો રોડ શો પણ યોજાશે ત્યારબાદ તેઓ શોર્ય સભાને સંબોધશે. ત્યારબાદ પીએમ મોદી 12:40 રાજકોટ જવા રવાના થશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું સોમનાથ આજે સોમનાથ પર હુમલાને એક હજાર વર્ષ પૂર્ણ થતાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઇ રહી છે. આ પર્વને લઇને આજે મહાદેવની વિશેષ પૂજન અર્ચન કરાયું હતું અને સનાતનના ગૌરવના પ્રતીક સમી એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરાયું હતું. જેમાં પીએમ મોદી સહિત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જોડાયા હતા.. આજે સોમનાથમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો સંગમ જોવા મળી રહ્યો છે. શિવમય સોમનાથની આ નગરી આજે હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સોમનાથ મંદિરના ધ્વંશથી નિર્માણ સુધીની ગૌરવ ગાથા મોદીના ધર્મ સંકલ્પથી સોમનાથ મંદિરનો કાયાકલ્પ થયો. સોમનાથમાં શૌર્ય યાત્રા, સનાતનનું ગૌરવનું પ્રતીક છે. અંખડ સોમનાથ, અખંડ ભારતનો સંદેશનું પણ એક પ્રતિક છે. સોમનાથના ભવ્ય ઇતિહાસની વાત કરીએ તો 1026માં મહમૂદ ગઝનવીએ મંદિર તોડ્યું હતું 1299માં ખીલજી સેનાએ સોમનાથને લૂંટ્યું હતું. 1395માં સોમનાથ પર ત્રીજીવાર હુમલો થયો અને 1469માં સુલ્તાન મહેમૂદ બેગડાએ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. 1665માં ઔરંગઝેબે મંદિર પર હુમલો કરાવ્યો હતો. 1947માં સરદાર પટેલે મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. જેના 75 વર્ષ પૂર્ણ થ
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સોમાનાથ:પીએમ મોદી શૌર્ય ચાત્રામાં હાથમાં ડમરૂ સાથે જોવા મળ્યાં સોમનાથમાં શૌર્યયાત્રાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. પીએમ મોદી આ યાત્રામાં જોડાયા છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ યાત્રાાં ઉપસ્થિત રહ્યાં. સોમનાથ મંદિર રાષ્ટ્રીય ગૌરવનું શક્તિશાળી પ્રતીક છે. સોમનાથ મંદિરના ઐતિહાસિક જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થયા છે અને આજે હુમલાના આજે એક હાજર વર્ષ પૂર્ણ થયા છે. જેના અનુસંધાને સોમનાથમાં આજે સ્વાભિમાનનો પર્વની ઉજવણી થઇ રહી છે. શૌર્યયાત્રામાં હાથમાં ડમરુ સાથે PM મોદી જોવા મળ્યાં.
મહાદેવની શક્તિ,પ્રધાનમંત્રી મોદીની ભક્તિ અને આસ્થાનો સુગમ સમન્વય સોમાનાથમાં જોવા મળી રહ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
12 જાન્યુઆરી સોમવારનું શિડ્યુઅલ 12 જાન્યુઆરી સોમવારનું શિડ્યુઅલ
સવારે 8.25 વાગ્યે: જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે મુલાકાત કરશે
સવારે 9.00 વાગ્યે: સાબરમતી રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલ (પતંગ મહોત્સવ) માં સામેલ થશે
સવારે 9.40 વાગ્યે: મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર જશે
સવારે 10.55 વાગ્યે: મહાત્મા મંદિરના કાર્યક્રમમાં સામેલ થશે
સવારે 11.00 વાગ્યે: જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે
બપોરે 2.30 વાગ્યે: અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદીના બે દિવસના કાર્યક્રમનું શેડ્યૂલ સવારે 9.45 વાગ્યે: સોમનાથમાં જલાભિષેક અને પૂજા
સવારે 10.25 વાગ્યે: શૌર્ય યાત્રા (રોડ શો)
સવારે 11.00 વાગ્યે: સદ્ભાવના મેદાનમાં જનસભા
બપોરે 12.10 વાગ્યે: સોમનાથથી રાજકોટ જવા રવાના થશે
બપોરે 1.30 વાગ્યે: રાજકોટ મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમમાં સામેલ થશે
બપોરે 3.55 વાગ્યે: રાજકોટથી અમદાવાદ જવા રવાના થશે
સાંજે 5.00 વાગ્યે: સાબરમતી આશ્રમની મુલાકાત લેશે
સાંજે 6.30 વાગ્યે: રાજભવન (ગાંધીનગર) માં રાત્રિ વિશ્રામ
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદી સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાયા પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસો છે. આજે તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાયા છે. 108 અશ્વ સાથે આ યાત્રા નીકળી છે. આ સોમનાથ યાત્રામાં ગુજરાતની લોક સંસ્કૃતિ સાથે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી રહી છે. કસેરી સાફામાં સજ્જ અશ્વ સવારો આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્યયાત્રામાં ભાગ લેશે. સોમનાથ મંદિરમાં PM મોદી પૂજા-અર્ચના કરશે. 108 અશ્વો સાથે બે કિલોમીટર લાંબી શૌર્યયાત્રા યોજાશે.
PM મોદી એક જાહેરસભાને પણ સંબોધિત કરશે, શૌર્યયાત્રા પહેલા અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં આજે અનેકવિધ કાર્યક્રમો સોમનાથમાં હિંદુ સંસ્કૃતિની ઝાંખી કરાવશે.સોમનાથની યશગાથા અને ઈતિહાસની ઝાંખી કરતા આ પર્વના સાક્ષી બનવા માટે સંસ્કૃત,વૈદિક યુનિ.ના ઋષિ કુમારો સોમનાથ પહોંચ્યા છે. અહીં હજારો સાધુ-સંતોની ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રા યોજાશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સોમનાથ: પીએમ મોદીએ ભવ્ય ડ્રોન શો નિહાળ્યો સોમનાથ: શ્રદ્ધા અને ટેકનોલોજીના તાલમેલથી મંત્રમુગ્ધ થયેલા પીએમ મોદીએ ભવ્ય ડ્રોન શો જોયો.
સોમનાથમાં આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, તેમણે 'ઓમ' ના જાપમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ ડ્રોન શો પણ જોયો હતો. આ અંગે પીએમ મોદીએ કહ્યું, "આ અદ્ભુત ડ્રોન શોમાં આપણી પ્રાચીન શ્રદ્ધા સાથે આધુનિક ટેકનોલોજીનું મિશ્રણ બધાને મંત્રમુગ્ધ કરી દીધા."
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ડ્રોન ફોટા શેર કર્યા, જેમાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ડ્રોન શો જોતા જોવા મળ્યાં હતા. ફોટા શેર કરતા પીએમ મોદીએ લખ્યું, "સોમનાથ સ્વાભિમાન પર્વના શુભ પ્રસંગે, સોમનાથ મંદિર સંકુલમાં ભવ્યતા અને દિવ્યતાથી ભરેલા ડ્રોન શો જોવાનું મને સૌભાગ્ય મળ્યું. આ અદ્ભુત શોમાં આપણી પ્રાચીન શ્રદ્ધા સાથે આધુનિક ટેકનોલોજીનું મિશ્રણ બધાને મંત્રમુગ્ધ કરી ગયું."