PM Modi Gujarat Visit: પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સવારે પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની  ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી ખાતે બનેલ દુર્ઘટનાને પગલે એકતા પરેડ ખાતે સંસ્કૃતિક રદ કરાયો હતો. આ કાર્યક્રમ પતાવ્યા બાદ પીએમ મોદી બનાસકાંઠા પહોચ્યા હતા.


થરાદના મુલુપુર ખાતે પીએમ મોદીએ જાહેરસભા સંબોધી હતી. આ ઉપરાંત 8034 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પો અને વિકાસલક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, મોરબી દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના સ્વજનો પ્રત્યે મારી સંવેદના છે. કેન્દ્ર સરકાર શક્ય તમામ મદદ ગુજરાત સરકારને કરશે. સેનાના જવાનો પણ મદદે પહોંચી ગયા છે. ગુજરાતના સીએમ પણ રાતથી મોરબીમાં છે. દુર્ઘટનાની તપાસ માટે કમિટી બનાવી છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. આ અવસરે પીએમએ કહ્યું કે, ગુજરાતના લોકો અનેક મુસિબતો સહન કરીને બહાર આવ્યા છે.


PM મોદી મંગળવારે લેશે મોરબીની મુલાકાત


મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે મોરબીની મુલાકાત લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી ઘટનાની સમીક્ષા કરશે.


પીએમ મોદીનો રોડ શો રદ્દ


મોરબીમાં થયેલી દુર્ઘટનાને જોતા પીએમ મોદીએ તેમનો કાર્યક્રમ રદ કર્યો છે. પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. અમદાવાદમાં સોમવારનો તેમનો રોડ શો દુર્ઘટનાને કારણે રદ કરવામાં આવ્યો છે. ભાજપ ગુજરાત મીડિયા સેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાનાર પેજ કમિટિનો સ્નેહ મિલન કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. મીડિયા સંયોજક ડો.યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ મોરબીની દુર્ઘટનાને જોતા સોમવારે કોઈ કાર્યક્રમ થશે નહીં. જોકે, રૂ. 2,900 કરોડના રેલવે પ્રોજેક્ટને સમર્પિત કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો નથી.


ખડગે-રાહુલે કોંગ્રેસના કાર્યકરોને આ અપીલ કરી









 નેપાળના વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું


નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ પણ મોરબી અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મોરબીમાં થયેલા અકસ્માત અંગે હું દુઃખ વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના.


કેજરીવાલે રોડ શો રદ કર્યો


ગુજરાતના મોરબીમાં થયેલા અકસ્માતને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણાના આદમપુરમાં પોતાનો રોડ શો રદ કર્યો છે. તમને જણાવી દઈએ કે આદમપુર વિધાનસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.


રાજકોટ જિલ્લા કલેકટરે શું કહ્યું


રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે SDRFની બે ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. એક ટીમ રાજકોટથી અને બીજી ટીમ વડોદરાથી આવી છે. આ ઉપરાંત આર્મી, એરફોર્સ, ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો પણ બચાવ કાર્યમાં લાગેલી છે.