PM નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતે આદિવાસી મહાસંમેલનમાં 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો
પ્રધાનંમંત્રી દાહોદના ખરોડ ખાતે આદિવાસી મહાસંમેલન ભાગ લેવા પહોંચ્યા છે. આદિવાસી મહાસંમેલનમાં 5 ટ્રાયબલ જિલ્લાના અંદાજીત 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રીએ દાહોદમાં આવેલા રેલવે પ્રોડક્શન યુનિટ ખાતે 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવનું ઉત્પાદન કરવા માટેના પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાનો ખર્ચ લગભગ રૂપિયા 20,000 કરોડ છે. વરાળ એન્જિન લોકોમોટીવની સમયાંતરે જાળવણી કરવા માટે 1926માં દાહોદ વર્કશોપની સ્થાપના કરવામાં આવી હતી. હવે તેને ઇલેક્ટ્રિક લોકોમોટીવ વિનિર્માણ એકમમાં અપગ્રેડ કરવામાં આવશે અને ત્યાં માળખાકીય સુવિધાઓને લગતા સુધારાઓ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 120 કરોડના લાભો પંચમહાલ અને દાહોદ જિલ્લાના લગભગ 10,000 આદિવાસી સમૂહોને પહોંચાડવામાં આવશે. પ્રધાનમંત્રી 66 KV ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ભવનો અને આંગણવાડીઓ તેમજ અન્ય પરિયોજનાઓનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું.
પ્રધાનમંત્રી મોદીએ રૂ. 335 કરોડના મૂલ્યની દાહોદ સ્માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનું ઉદ્ઘાટન ક્યું. આ પરિયોજનાઓમાં એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ભવન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, સ્યૂઅરેજ કાર્યો, ઘન કચરાની વ્યવસ્થાપન સિસ્ટમ અને વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ સામેલ છે.
પીએમ મોદીએ દાહોદ જિલ્લા દક્ષિણ વિસ્તાર પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કર્યું. નર્મદા બેઝીન વિસ્તારમાં રૂપિયા 840 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. આનાથી દાહોદ જિલ્લા અને દેવગઢ બારિયા શહેરમાં અંદાજે 280 ગામડાંઓની પાણીની જરૂરિયાત પૂરી કરી શકાશે.
આજના કાર્યક્રમના ભવ્ય આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપ્યા. સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને પણ અભિનંદન આપ્યા.
PM મોદીએ ગુજરાતીમાં સંબોધન શરુ કર્યુ છે. પીએમ મોદીએ પોતાના મુખ્યમંત્રીકાળ વખતના કાર્યક્રમોને યાદ કર્યા. હું મુખ્યમંત્રી હતો ત્યારે આજના જેવો મોટો કાર્યક્રમ નહોતો કરી શક્યોઃ પીએમ મોદી
કુલ 22000 કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટમાં પાણીની વિવિધ પરિયોજનાઓનો સમાવેશ.
પીએમ મોદીએ દાહોદવાસીઓની ગુજરાતીમાં ક્ષમા માંગી હતી અને પહેલાં હિંદીમાં બોલ્યા બાદ પછી ગુજરાતીમાં વાત કરવાનું કહ્યું.
પ્રધાનમંત્રી મોદીએ દાહોદમાં અપગ્રેડ થનારા ભારતીય રેલવેના ઈલેક્ટ્રિક લોકોમોટીવ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત.
પ્રધાનમંત્રી મોદીએ વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું
આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના આદિવાસી સમાજ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આદિવાસીઓની ઓળખ સમાન કોટી અને પાઘડી પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બ્રેકગ્રાઉન્ડ
પ્રધાનંમંત્રી દાહોદના ખરોડ ખાતે આદિવાસી મહાસંમેલન ભાગ લેવા પહોંચ્યા છે. આદિવાસી મહાસંમેલનમાં 5 ટ્રાયબલ જિલ્લાના અંદાજીત 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1259 કરોડના કામોનુ લોકાર્પણ અને 550 કરોડ જેટલા કામોનુ ખાતમુહૂર્ત કરશે. સભા સ્થળે પોલીસેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. સુરક્ષાને લઈ પોલીસ સજ્જ છે. 10 જેટલા IAS ઓફીસર વ્યવસ્થામા રહેશે. પોલીસ-3 હજાર કરતા વધુ હોમગાર્ડ તેમજ જી.આર.ડી-700 , SP-12, DYSP-36, PI-100 , PSI-300 , RANG IG & IGP તથા spg ,ચેતક કમાન્ડો ,તેમજ NSG કમાન્ડો ની 1 -1 ટીમ હાજર રહેશે . સમગ્ર ડોમને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામા આવ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -