PM Narendra Modi Gujarat Visit: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીના એક દિવસીય ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ છે. ખાસ વાત છે કે, ગુજરાતના એક દિવસના પ્રવાસમાં પીએમ મોદી ત્રણ સભાને સંબોધશે.


લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં ભાજપે જબરદસ્ત રીતે કમર કસી છે. રાજ્યમાં ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવા માટે હવે ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં આવ્યા છે. આ બધાની વચ્ચે પીએમ મોદીની એક દિવસીય ગુજરાત વિઝીટનું આયોજન કરવામા આવ્યુ છે. આવતીકાલે ગુજરાતમાં ત્રણ ઝૉનમાં પીએમ મોદીની જંગી સભા યોજાશે, જાણો અહીં શું છે પીએમ મોદીના કાર્યક્રમની રૂપરેખા....


પીએમ મોદી આવતીકાલે 22 તેમજ 24 અને 25 દરમિયાન ગુજરાત પ્રવાસે આવશે, જેમાં પ્રથમ દિવસ એટલે કે 22 તારીખે પીએમ મોદી વિસનગરનાં તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. તેમજ ત્યાર બાદ તેઓ 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ તેમજ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. 


આ પછી પીએમ મોદી 22 ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે અમૂલ ફેડરેશનનાં સહકાર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપશે. તેમજ તરભ ખાતે વિકાસનાં કાર્યોનું ભૂમિ પૂજન તેમજ લોકાર્પણ કરશે. તેમજ કાકરાપારમાં એટોમિક પાવર પ્રોજેક્ટનું નીરીક્ષણ. નવસારીમા પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ. તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવા આવશે. ત્યારે બાદ તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ તેઓ વારાસણી જશે. અને તા. 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ફરી ગુજરાત આવશે.


ત્યારબાદ ફરીથી આવશે પીએમ મોદી ગુજરાત........
વડાપ્રધાન મોદી તા. 24 તેમજ 25 નાં રોજ ફરી ગુજરાત આવશે. આ દરમ્યાન વડાપ્રધાન રાજકોટવાસીઓને મોટી ભેટ આપશે. જેમા રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કરવામાં આવશે.  તેમજ રાજકોટ ખાતે જાહેર સભા સંબોધશે. તેમજ દ્વારકા ખાતે બનેલ સિગ્નેચર બ્રિજનું પણ ઉદ્ધાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. તેમજ દ્વારકા ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ દ્વારકાધીશ મંદિરમાં ભગવાનનાં દર્શન કરશે.