CRIME NEWS: નવસારીના વિજલપોરમાં ધુળેટીના રંગમાં ત્યારે ભંગ પડ્યો જ્યારે એક 14 વર્ષીય કિશોરીની લાજ લેવાનો પ્રયત્ન થયો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કિશોરી પોતાની બહેનપણીઓ સાથે ધુળેટી રમતી હતી તે દરમિયાન આધેડે લાજ લેવાનો પ્રયત્ન કર્યો હતો. આધેડે કિશોરીને ખેચી છાતીના ભાગે અડપલાં કરી દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કયો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા કિશોરીના પિતાએ વિજલપોર પોલીસ મથકે આધેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં 41 વર્ષીય આરોપી વિષ્ણુ પ્રતાપસિંહ રાજપૂતની ધરપકડ કરી લીધી હતી. પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી મેડિકલ ટેસ્ટ કરી વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં આ કિસ્સો સમગ્ર પંથકમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.
CRPFના પેરા કમાન્ડો પર યુવતીએ શારીરિક સંબંધ બાંધી લાખો રુપિયા પડાવ્યોનો આરોપ લગાવ્યો
નવસારી ખાતે CRPF પેરા કમાન્ડો પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. નવસારી શહેરમાં રહેતી યુવતી સાથે મિત્રતા કરી શારીરિક સબંધ બાંધી છેતરપિંડી કર્યાનો આક્ષેપ સેનાના જવાન પર લાગતા ખળભળાટ મચી ગયો છે. યુવતીને ધંધામાં રોકાણ કરાવવાની લાલચ આપી છૂટક રીતે 74 લાખ પડાવ્યાનો આરોપ લાગ્યો છે. જો કે, સમય વીતતાં યુવકે રૂપિયા પરત ન કરતા યુવતીને છેતરાયાની જાણ થઈ. શારીરિક સબંધ બનાવી રૂપિયા પડાવનાર ડિફેન્સ કર્મી સામે પોલીસ ફરિયાદ થઈ છે. યુવતીએ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
સગા બાપે પાંચ વર્ષ સુધી કર્યુ દીકરી પર દુષ્કર્મ આચર્યું
મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. સગા બાપે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે. બાપ છેલ્લા પાંચ વર્ષથી સગી દીકરીને પીંખતો હતો. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.
કેવી રીતે ફૂટ્યો ભાંડો
દીકરી સગીરા હતી ત્યાંથી સગો બાપ દુષ્કર્મ આચરતો હતો. પીડિતા ઘરમાં બે ભાઈઓ અને માતા-પિતા સાથે રહેતી હતી. ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ગઈ તે દરમિયાન ભોગ બનનારે પોલીસને ઘરમાં નથી રહેવું તેમ વાત કરી હતી. બાદમાં પોલીસે સખીવન સ્ટોપનો સંપર્ક કરી ભોગ બનનારનું કાઉનસિલીંગ કર્યું હતું. જેમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી હતી.