ગાંધીનગર: ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું કથિત પેપર લીક કાંડ મામલે પેપર લીક થયાના પોલીસને પ્રાથમિક પુરાવા મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મામલે આ મામલે 16ની અટકાયત કરવામાં આવી છે. સાબરકાંઠા, લીંબડી, અને ગાંધીનગરથી અટકાયત કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે પેપર લીક કરવાની આશંકા સાથે 16થી વધુની અટકાયત કરી છે. સાબરકાંઠા, ગાંધીનગર, લીંબડીથી અટકાયત કરવામાં આવી છે. આજના દિવસે બે વખત ગૃહ રાજ્યમંત્રીએ આ જ મુદ્દે અધિકારીઓ સાથે બેઠક કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના મતે પેપર લીક થયું હોવાના પ્રાથમિક પુરાવા પોલીસને મળ્યા છે.
આપ નેતા યુવરાજસિંહે જાહેર કરેલા GJ01 HR 9005 ગાડી હિંમતનગરથી મળી આવી છે. ઇનોવા કાર હિંમતનગર ઇડર સ્ટેટ હાઇવે પર આવેલ ફાર્મટ્રેક ટ્રેક્ટરના શોરૂમ સામેથી બિનવારસી મળી આવી છે. ઇનોવા કાર અમિતકુમારના નામે રજિસ્ટ્રેશન થયેલ છે.
આ અગાઉ યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ પેપર લીક મામલે અમે પુરાવાઓ આપ્યા છે. ગૌણ સેવાના સચિવ પરમારને પુરાવાઓ આપ્યા હતા. તેમણે માંગ કરી હતી કે સીટની રચના કરવામાં આવે અને અસિત વોરા સામે તપાસ કરવામાં આવે.
યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે અમે ગૌણ સેવા સચિવ પરમાને પુરાવાઓ આપ્યા છે. હિંમતનગરમા જે ગાડી વપરાય તેના નંબર જાહેર કરવામા આવ્યા છે. બીજા બે વિધાર્થીઓ પેપર કાંડમા સંડોવાયેલ તે હમીર ગઢના છે. આવતી કાલે સવારે 10 વાગ્યે ગૌણ સેવામાં આધાર પુરાવાઓ આપીશું. બે દિવસમા ગૃહ મંત્રી મીટીંગ નહિ બોલાવે તો અમે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરીશું. એચ એફ ચૌધરી સ્કૂલમા હમીરગઢના વિધાર્થી પરીક્ષા આપવા ગયા હતા. ત્યાં વિધાર્થીએ પરીક્ષા આપી અને પરિક્ષાર્થીના પિતાએ વાળીને ચેક આપ્યો. પેપર હિંમતનગરના ઊંછા ફાર્મ હાઉસમાંથી બહાર આવ્યું હતું.
ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પર યુવરાજસિંહે સનસનીખેજ આરોપ લગાવીને અસિત વોરાના રાજીનામાની માંગ કરી હતી. સાથે જ યુવરાજસિંહે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે જ્યાં સુધી અસિત વોરા ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ રહેશે ત્યા સુધી સત્ય સામે નહીં આવે. અસિત વોરાએ જે રીતે કોઈ આધારભૂત પુરાવા ન હોવાની વાત કરી હતી. તેના પર યુવરાજસિંહે સ્પષ્ટ જણાવ્યું કે અસિત વોરાને જે પણ પૂરાવા જોતા હોય તે તમામ પૂરાવા આપવા માટે અમે તૈયાર છીએ. અસિત વોરા સમગ્ર કાંડને દબાવવા માંગે છે.
બીજી તરફ દિનેશ બાંભણિયા પણ કથિત પેપર લીક કાંડને લઈ ગૃહરાજ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ગૌણ સેવા પદંસગી મંડળના જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા રજૂઆત કરી હતી. સાથે જ તપાસ પંચની રચના કરી તપાસ કરાવવા માંગ કરી હતી.