ગુજરાતમાં પોલીસ ગ્રેડ-પે મુદ્દે  આંદોલન બાદ આ મુદ્દાના ઉકેલ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. જેના પગલે આ સમિતિની પ્રથમ બેઠક 3 નવેમ્બરના રોજ મળશે. જેમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે સહિતના મુદ્દે તેમની રજૂઆત સાંભળવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં  પોલીસ ગ્રેડ પે  મુદ્દે પાંચ સભ્યોની કમિટી  બનાવવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પોલીસ ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલી માંગણી બાદ રાજ્ય પોલીસ વડાએ આશિષ ભાટિયાએ આ મુદ્દાના ઉકેલ માટે પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે. આ પૂર્વે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આંદોલન કરી રહેલા પોલીસ પરિવારના સભ્યો સાથે બેઠક કરી હતી. તેમજ તેની બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેમના નિવાસ સ્થાને બેઠક કરી હતી.


ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે બનાવવામાં આવેલી કમિટીના અધ્યક્ષ  બ્રિજેશ ઝાને બનાવાયા છે. આ કમિટીમાં કુલ પાંચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપશે.  ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે બાબતે શરૂ થયેલુ પોલીસ આંદોલન માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામા પુરુ થયુ  હતું.  ત્યારબાદ સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવતા પોલીસ કર્મચારીઓ સામે ઉચ્ચ અધિકારીઓએ પ્રાથમિક તપાસની કાર્યવાહી શરૂ કરી છે.


અમદાવાદના નાગરિકોને સરકારે આપી દિવાળી ભેટ, વધુ એક ફ્લાય ઓવર મુકાયો ખુલ્લો


 


અમદાવાદઃ રાજ્યના નાગરિકોને દીપાવલીની વધુ એક ભેટ મળી છે. સરખેજ -ગાંધીનગર ચિલોડા નેશનલ હાઈ વેના 44 કી.મી લાંબા માર્ગ  પર વધુ એક ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કરાયું છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ૧૭૦ કરોડના ખર્ચે  નવનિર્મિત  2.36 કી. મીટર લાંબો આ  એલિવેટેડ કોરિડોર વાહન વ્યવહારમાં  વધુ સુવિધાયુક્ત બનશે.









અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ અને જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને ઝડપી અને સરળ પરીવહનની સુવિધા ઉપલબ્ધ થશે.


કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની  ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.  આ અવસરે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી તેમજ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટ પરમાર, અમદાવાદ શહેર અને ગાંધીનગર ના ધારાસભ્યો, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદો , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ ભાઈ બારોટ, અમદાવાદ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ અને માર્ગ મકાન સચિવ તેમજ વિભાગ ના અધિકારીઓ અને નાગરિકો  ઉપસ્થિત રહ્યા હતા.