ગાંધીનગર: રાજ્યનું ગૃહ વિભાગ હરકતમાં આવ્યું છે અને ગુજરાતની તમામ જેલોમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત રાજ્યની તમામ જેલોમાં મોટાપાયે પોલીસ પહોંચી છે અને મેગા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.  ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, DG સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ  રાજ્યની તમામ જેલમાં  દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં 2 હજાર પોલીસ કર્મચારીઓનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે.  


Gujarat Weather: રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ, 24 કલાક રાજ્યમાં રહેશે કમોસમી વરસાદ


 રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ છે. 24 કલાક સુધી રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગના મતે સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે, જૂનાગઢ, પોરબંદર, જામનગર,ભાવનગર, બોટાદ,કચ્છમાં માવઠાની આગાહી છે સાથે આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને બે દિવસ બાદ તાપમાનનો પારો વધશે.


 


માવઠાનો આવી શકે છે વધુ એક રાઉન્ડ


સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ છેલ્લા પાંચ-છ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત 5 દિવસ સુધી રહી શકે છે. એટલે કે 2 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે.


સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ



આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં ગોંડલ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે.  સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે. માવઠાથી તેમનો પાક બરબાદ થઈ રહ્યો છે. તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વડીયા અને આસપાસના મોરવાડા, બરવાળા, ઢૂંઢિયા, પીપળીયા સહિત ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. ગીરનાર તળેટી અને આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોના પાકને નુક્સાન થઈ રહ્યું છે.