કચ્છ: ગાંધીધામ અને આદિપુરમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ધમધમતો હોવાની ફરિયાદો બાદ મહિલા પોલીસ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગાંધીધામના સેક્ટર-1 માં આરબ થાઇ સ્પામાં દરોડો પાડી મુળ રાજસ્થાનના સ્પા સેન્ટરના કમિશન એજન્ટ સાથે માલિકને ઝડપી પાડ્યુો હતો.  ગાંધીધામના સેક્ટર-1 માં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરી સંચાલક અને તેના કમિશન એજન્ટને પકડી લઇ રૂ.55 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


રાજકોટના ભાયાવદરમાં ભત્રીજાએ કરી સગા કાકાની હત્યા


રાજકોટ જિલ્લાના ભાયાવદરનાં મોટીના પાનેલી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભત્રીજાએ સગા કાકાને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભત્રીજો જીલ ભાલોડીયા નશાનાં રવાડે ચડી ગયો હોવાનું કાકા ચેતનભાઈએ પરિવારને કહેતા ભત્રીજાએ હૂમલો કર્યો હતો. ચેતનભાઈ ભાલોડિયાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ સારવાર દરમિયાન ચેતનભાઈનું મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે. હાલમા ભત્રીજાની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


બાવળા-ધોળકા રોડ પર અજાણ્યા લોકોએ એક વ્યક્તિ પર ફાયરિંગ કરી ઉતાર્યો મોતને ઘાટ


બાવળા-ધોળકા રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું છે.  આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. જો કે, આ હત્યા કેમ કરવામાં તેની માહિતી સામે આવી નથી.


 જસદણમાં યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરવામાં આવી હત્યા


રાજકોટ: જિલ્લાના જસદણ તાલુકાના કનેસરા ગામે  પોતાના ખેતરે પાણી વાળવા ગયેલા યુવકની લાશ મળી આવી છે.  મહેશ કુકડીયા નામના યુવકની પોતાની જ વાડીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તીક્ષ્ણ હથિયાર વડે માંથાના ભાગે ઈજા કરી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. રાત્રિના સમયે પોતાની વાડીએ પાણી વાળવા ગયેલ યુવકને કોઈ અજાણી વ્યક્તિએ મોતને ઘાટ ઉતાર્યો હતો.


યુવક સવારના સમયે ઘરે પરત ન ફરતા મૃતકના માતા વાડીએ દોડી ગયા હતા. જે દકમિયાન ખાટલા પર મૃત હાલતમાં યુવકનો મૃતદેહ જોવા મળ્યો હતો.  મૃતકની માતાને જાણ થતા પરીવારના અન્ય લોકોને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ પરીવારના સભ્યોએ ભાડલા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.  ભાડલા પોલીસ તપાસ હાથ ધરી છે અને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ ફોરેન્સી પી.એમ. માટે મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો છે.