દાહોદ: દાહોદમાં ફાર્મ હાઉસમાં પોલીસે બાતમીના આધારે દરોડા પડ્યા હતા. આ ફાર્મમાંથી દારુની મહેફીલ માણતા લોકો ઝડપાયા હતા. ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે ખાનગી ફાર્મ હાઉસમાં દરોડા પાડીને 22 નબીરાઓને ઝડપી પાડ્યા છે. દાહોદ શહેરના લીમડી રોડ પર આવેલા નગદી ફાર્મ હાઉસ ખાતે રાત્રે દારૂની મહેફિલ ચાલતી હોવાની દાહોદ એસ.પી.ને બાતમી મળી હતી.  એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે રેડ કરતા દારુની મેહફીલ કરતા 22 નબીરાઓ ઝડપાયા હતા.


22 નબીરાઓને વિદેશી દારૂ ઢીચતા પોલીસે ઝડપી સાથેજ તેમના લાખો રૂપિયાના મોબાઈલ અને લાખો રૂપીયાના વાહનો પણ કબ્જે લઈ બી ડિવિઝન પોલીસ મથકે LCB પોલીસે ગુનો નોંધાવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.  


નગદી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી, ત્યારે પોલીસે દરોડા પાડી 22 નબીરાને ઝડપી પાડ્યા હતા.SPને મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચે ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દરોડો પાડ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાંચે 22 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ઘરમાં દારુ છુપાવવા ટીવી સ્ટેન્ડની બાજુમાં બનાવ્યું ચોરખાનું, દારુ જોઈ પોલીસ પણ દંગ


અમદાવાદ શહેરના ખાડીયાના એક બુટલેગરે દારુ સંતાડવા માટે હાઈડ્રોલિક દરવાજા ધરાવતુ ચોરખાનું બનાવ્યુ હતુ. જોકે પોલીસની નજરમાંથી તે બચી શક્યો નથી. બાતમીના આધારે પોલીસે રેડ કરી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝોન-3 ની સ્ક્વોડ દ્વારા એક ઘરમાંથી મોટો દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. જે જથ્થો સંતાડવા માટે બુટલેગરે ઘરમાં જ હાઈડ્રોલિક દરવાજા સાથેનું ચોરખાનું બનાવ્યું હતુ. 


જીગર નટુજી ઠાકોરના ઘરમાં પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ટીવી સ્ટેન્ડની બાજુમાં લાગેલું એક ફર્નિચર હતું જે હાઇડ્રોલિક દરવાજા જેવું બનાવવામાં આવ્યું હતું. જેને ખોલતા જ અંદર ચોરખાનું મળી આવ્યું હતું અને જેમાં મોટી માત્રામાં દારૂ અને બિયરોની બોટલો રાખવામાં આવી હતી. પોલીસ આ ખાનાને જોઈને જ દંગ રહી ગઈ હતી. 


ટીવી કેબિનેટ પાસે ભોંયરુ બનાવી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસને ચોરખાનામાંથી 3 લાખ 92 હજારની કિંમતનો દારૂ મળી આવ્યો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. ખાડિયાના કાપડીવાડ દોલતખાનામાં મકાનમાં દારુનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ ઝોન 3 LCB દ્વારા રૂપિયા  3.92 લાખનો દારુ ઝડપી લેવામાં આવ્યો છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial