અમદાવાદઃ રાજ્યમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં જુદાજુદા સ્થળોએ આગામી 3-4 ડિસેમ્બર યોજાનારી પીએસઆઈ અને એલઆરડી ભરતીની શારીરિક કસોટીને મોકૂફ રાખવામાં આવી છે. સરકારે આ નિર્ણય રાજ્યમાં હાલમાં કમોસમી વરસાદ અને માવઠાની અસરને લઇને લીધો છે. રાજ્યમાં આગામી 3 ડિસેમ્બરથી 29મી જાન્યુઆરી સુધી કુલ 15 મેદાનો પર પીએસઆઈ અને એલઆરડી ભરતીની શારીરિક કસોટી યોજાશે. 


ક્યાં ક્યા રદ્દ કરાઇ શારીરિક કસોટી-
આ કસોટીના બે મેદાન પર તારીખ 3-4 ડિસેમ્બરના રોજ યોજાવાની પરીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવાાં આવ્યો છે. ભરૂચ અને સુરતના વાવ મેદાન ખાતે જે ઉમેદવારોનો નંબર હતો તેમની કાલની અને ચોથી તારીખની શારીરિક કસોટી મોકૂફ રાખવાની ફરજ પડી છે. મેદાનમાં પાણી ભરાઈ જવાના કારણે દોડ યોજવી શક્ય નથી. આ શારીરિક કસોટી રદ્દ કરવા અંગે ભરતીના વડા હસમુખ પટેલે ટ્વીટ ટ્વીટ કરીને જાણકારી આપી છે. 


ટ્વીટમાં લખ્યું- કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-11, વાવ-સુરત ખાતે PSI/ LRDની તા.03/12/2021 અને તા.04/12/2021 ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે. 
---
----