અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા માવઠાના કારણે પોલીસ ભરતી માટે તૈયારી કરનારા યુવાઓને વધુ એક ફટકો પડ્યો છે. આગામી ત્રણ અને ચાર ડિસેમ્બરે યોજાનારી પોલીસ ભરતી માટેની શારીરિક કસોટીને અમૂક જગ્યાએથી રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ ભરતી વડા અનુસાર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદમાં શારીરિક કસોટીને રદ્દ કરવામાં આવી છે, અહીં વરસાદના કારણે અચડણ ઉભી થઇ છે. 


રાજ્યમાં જુદાજુદા સ્થળોએ આગામી 3-4 ડિસેમ્બર યોજાનારી પીએસઆઈ અને એલઆરડી ભરતીની શારીરિક કસોટીને મોકૂફ રાખવામાં આવી છે. સરકારે આ નિર્ણય રાજ્યમાં હાલમાં કમોસમી વરસાદ અને માવઠાની અસરને લઇને લીધો છે. રાજ્યમાં આગામી 3 ડિસેમ્બરથી 29મી જાન્યુઆરી સુધી કુલ 15 મેદાનો પર પીએસઆઈ અને એલઆરડી ભરતીની શારીરિક કસોટી યોજાશે. 


ક્યાં ક્યા રદ્દ કરાઇ શારીરિક કસોટી-
આ કસોટીના બે મેદાન પર તારીખ 3-4 ડિસેમ્બરના રોજ યોજાવાની પરીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવાાં આવ્યો છે. પોલીસ ભરતી વડા હસમુખ પટેલે આજે ફરીથી ટ્વીટ કરીને વધુ જાણકારી આપી છે, તેમને ટ્વીટ કરીને લખ્યું- કમોસમી વરસાદને લીધે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પોસઇ/ લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.