યુવતીઓ આજીજી કરી રહી છે પરંતું પોલીસ તેમની એક પણ વાત સાંભળવા તૈયાર નથી. વીડિયોમાં જોઈ શકાય કે ક્યારેક મહિલા પોલીસ કર્મચારી યુવકોને લાફા ઝીંકી રહી છે, તો પોલીસ કર્મચારી યુવકોને બેરહેમીપૂર્વક લાકડીઓ ફટકારી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે માત્ર માર જ નહીં પણ મહિલા પોલીસ અને અન્ય બે પોલીસ કર્મચારીઓ બેફામ ગાળો પણ બોલી રહ્યા છે. યુવક અને યુવતીઓને માર મારવાની સાથે સાથે બેફાળ ગાળો આપતા પણ આ ખાખીધારીઓને સાંભળી શકાય છે.
ઘટના બે દિવસ પહેલાની છે. આ બે દિવસ પૂર્વેની ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે.