Bhupendra Jhala fraud news: રાજ્યના એક મહત્વના મંત્રી ભીખુસિંહ પરમાર અને હજારો લોકો સાથે છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના જોડાણનો મામલો સામે આવ્યો છે. આ મામલે મંત્રી ભીખુસિંહ પરમારનું મૌન સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જાણવા મળ્યા મુજબ, મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ગ્રોમોર શૈક્ષણિક સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીએ ભૂપેન્દ્ર ઝાલાને સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા હતા. જો કે, હવે ભૂપેન્દ્ર ઝાલાની છેતરપિંડીનો પર્દાફાશ થતાં મંત્રી પરમારના આ નિવેદન પર સવાલો ઉઠી રહ્યા છે.
આ મામલે એબીપી અસ્મિતા દ્વારા મંત્રી ભીખુસિંહ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ મંત્રીએ ફોન ઉપાડવાની કોઈ જ તસ્દી લીધી ન હતી. મહાઠગને સ્વપ્નદ્રષ્ટા ગણાવવા બદલ મંત્રીની પ્રતિક્રિયા જાણવા માટે એબીપી અસ્મિતા દ્વારા દિવસ દરમિયાન ડઝન જેટલા ફોન કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલે મંત્રી ભીખુસિંહ પરમારનું મૌન લોકોમાં અનેક સવાલો ઉઠાવી રહ્યું છે. આ મામલો રાજ્યની રાજનીતિમાં નવો વળાંક લઈ શકે છે. જોવાનું એ રહ્યું કે આ મામલે મંત્રી ભીખુસિંહ પરમાર શું કહે છે.
વડોદરામાં BZ ફાયનાન્સ ગ્રુપની ઓફિસો પર CID ક્રાઈમની કાર્યવાહી બાદ તાળા લાગી ગયા છે. સમા સાવલી રોડ પર આવેલા લોટસ કોમ્પલેક્ષમાં આવેલી આ ઓફિસમાં લાખો રૂપિયાનું રોકાણ કરનારા અનેક લોકો છેતરાયા છે.
BZ ગ્રુપ ત્રણ વર્ષમાં રોકાણ કરેલી રકમ ડબલ કરવાની અને 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતું હતું. જો કે, હવે આ ગ્રુપની વાસ્તવિકતા સામે આવતાં રોકાણકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સાબરકાંઠામાં 6000 કરોડની જંગી રકમની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ મામલે મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે અને સીઆઈડી ક્રાઈમની ટીમ તેની શોધખોળમાં જોતવી છે.
ABP અસ્મિતાની ટીમ જ્યાંથી અનેક રોકાણકારોને ચુનો ચોપડવામાં આવતો હતો તે BZ ઇન્ટરનેશનલ બ્રોકિંગની ઓફિસે પહોંચી હતી. છેલ્લા 24 કલાકથી આ ઓફિસ પર તાળું લાગેલું હતું.
આ મામલે હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા છે. રોકાણકારો પોતાના પૈસા ગુમાવવાની ભીતિથી ચિંતિત છે.
આ પણ વાંચોઃ