પોરબંદરઃ ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. પોરબંદરના ભાજપના આગેવાનો સહિતના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. પોરબંદરના યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરાના નાનાભાઈ વિજય સરમણ બપોદરા સહિતના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન અર્જુનભાઇ મોઢવાડીયાની આગેવાની હેઠળ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભંગાણ થયું છે. નોંધનીય છે કે, ગઈ કાલે ખેડાના કઠલાલ તાલુકા ભાજપના કાર્યકરોએ રાજીનામા આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. 12 હોદ્દેદારો સહિત ૪૦થી વધુ કાર્યકરો, પૂર્વ મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ, શક્તિ કેન્દ્ર ના પ્રમુખો, જિલ્લાના કન્વીનર, યુવા મોરચાના સભ્યોએ એક સાથે રાજીનામા આપી દીધા છે.
કઠલાલ તાલુકાના નવા પ્રમુખ અને મહામંત્રીના વિરોધમાં તમામે રાજીનામા ધરી દીધા છે. હજુ બે દિવસ પહેલા ખેડા શહેર ભાજપના ૭૦થી વધુ કાર્યકરોએ રાજીનામાં આપી દીધા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણઃ કયા જિલ્લામાં દિગ્ગજ નેતાના ભાઈ સહિત 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Dec 2020 09:53 AM (IST)
પોરબંદરના યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરાના નાનાભાઈ વિજય સરમણ બપોદરા સહિતના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
તસવીરઃ કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન અર્જુનભાઇ મોઢવાડીયાની આગેવાની હેઠળ પોરબંદરના યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરાના નાનાભાઈ વિજય સરમણ બપોદરા સહિતના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -