Porbandar Rain: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભરપુર વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણથી લઇને ઉત્તર અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યુ છે. ત્યારે આ બધાની વચ્ચે સરકાર અને તંત્રની પોલ પણ મેઘરાજા ખોલી રહ્યાં છે. હાલમાં એક તસવીર સામે આવી છે જે ગુજરાતમાં ભ્રષ્ટાચારની ચાડી ખાઇ રહી છે. ખરેખરમાં, સિઝનના પહેલા વરસાદમાં જ પોરબંદરના બાપોદરા સરોવરની પાર તુટી જતા ભ્રષ્ટાચારનું ગાબડુ દેખાયુ છે.
છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદે ગુજરાતમાં ઠેર ઠેર તબાહી મચાવી છે, આ સાથે ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી છે. મળતી માહિતી પ્રમાણે, જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખરેખરમાં પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં તંત્રની પોલ ખુલી છે, પોરબંદરના બાપોદરામાં આવેલા સરોવરની પાર પહેલા વરસાદમાં જ તુટી ગઇ છે. અમૃત સરોવર મિશન હેઠળ આ સરોવરને બે વર્ષ અગાઉ જ બનાવવામાં આવ્યુ હતુ, પરંતુ હજુ બે વર્ષ થાય છે ત્યાં તો પાર તુટતા અનેક સવાલો ઉભા થયા છે. બાપોદરા સરોવરનું પાણી અનેક ગામોમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. 100થી વધારે પિયત માટે આ સરોવરનું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ વરસાદમાં પાર તુટી જતા 50%થી વધારે પાણી વેડફાઇને વહી ગયુ છે. આ સરોવરને બે વર્ષ પહેલા 15 લાખના ખર્ચે બનાવવામાં આવ્યુ હતુ, પરંતુ પાર તુટતા ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ બાપોદર ગામના લોકોની માંગ છે જલ્દીથી આને સમારકામ કરીને આ પાણીને રોકવામાં આવે.
જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં મહેસાણાના કડીમાં સવા પાંચ ઈંચ વરસાદ, તો સાબરકાંઠાના ઈડરમાં સાડા ત્રણ ઈંચ,ભરૂચના હાંસોટમાં બે ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ, મહેસાણાના જોટાણામાં પોણા બે ઈંચ,સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા બે ઈંચ, અરવલ્લીના ભિલોડામાં દોઢ ઈંચ,મહેસાણાના વિજાપુરમાં સવા ઈંચ,ગાંધીનગરના માણસામાં સવા ઈંચ,હિંમતનગરમાં સવા ઈંચ, પાલનપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો તો દેત્રોજમાં એક ઈંચ સંજેલીમાં એક ઈંચ વરસાદ વરસ્યો.
છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં પોણો ઈંચ, સાગબારામાં પોણો ઈંચ,વાલીયામાં પોણો ઈંચ,વડાલીમાં પોણો ઈંચ,મહીસાગરના વિરપુરમાં પોણો, ઉમરપાડામાં પોણો ઈંચ,નડીયાદમાં અડધો ઈંચ,કપરાડામાં અડધો ઈંચ ,મહેસાણામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો.
છેલ્લા 24 કલાકમાં ઘોઘંબામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો તો પારડી, વલસાડ, પાટણમાં અડધો અડધો ઈંચ,ખેરગામ, ડોલવણ, વડનગરમાં અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો. બાલાસિનોર, આંકલાવ, વડોદરામાં અડધો ઈંચ, ધાનપુર, તલોદ, હાલોલમાં અડધો ઈંચ,રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 20.15 ટકા,સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 29.15 ટકા વરસાદ વરસાદ વરસ્યો, કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.59 ટકા વરસાદ વરસ્યો
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 20.97 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 12.95 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 13.71 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
19 તાલુકામાં બે ઈંચથી સુધીનો વરસાદ વરસ્યો છે. 98 તાલુકામાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 83 તાલુકામાં પાંચથી દસ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 39 તાલુકામાં દસથી વીસ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો 12 તાલુકામાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.