પોરબંદરઃ પોરબંદરમાં ગર્ભવતી મહિલા બીટ ગાર્ડ અને તેના પતિ સહિત ત્રણ લોકોના હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા અન્ય વનકર્મી દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વનકર્મી લખમણ ઓડેદરાએ હત્યા કરી છે. લખમણની હેતલ સોલંકી સાથેની ફ્રેન્ડશિપ હત્યાનું કારણ બની છે. આમ, છેલ્લા ચાર દિવસથી ચર્ચા જગનાર હત્યા પ્રકરણનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
મળતી વિગતો પ્રમાણે સાથી ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને રોજમદારની હત્યા કરી છે. લખમણે હેતલ સાથે પરાણે ફ્રેન્ડશિપ રાખવાના મનદુઃખને લઈને હત્યા કરી છે. લખમણ અને તેની પત્ની વચ્ચે હેતલ સાથે મિત્રતા રાખતા ઝઘડો થો હતો. આ ટ્રિપલ મર્ડરના કેસમાં પોલીસે બરડા ડુંગર નજીકથી આરોપીની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા રવી મોહન સૈની એ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.
તસવીરઃ લખમણ ઓડેદરા
નોંધનીય છે કે, બરડાના જંગલમાંથી સગર્ભા યુવતી, તેના પતિ અને યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશો મળી આવી હતી. આ ટ્રીપલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. પોરબંદર વનવિભાગના મહિલા બીટ ગાર્ડ અને તેમના શિક્ષક પતિ તેમજ વન વિભાગના રોજમદાર સહિત ૩ વ્યકિત શનિવારે લાપતા બન્યા બાદ સોમવારે ત્રણેયની લાશ કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી મળી હતી અને તેમની બેરહેમી પૂર્વક હત્યા કરવામા આવી હતી. બીટ ગાર્ડ હેતલબેન રાઠોડ અને તેમના શિક્ષક પતિ કિર્તિભાઈ સોલંકી તેમજ વન વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતા નગાભાઈ આગઠ સહીતના ત્રણ લોકો શનિવારથી લાપતા બન્યા હતા અને કાટવાણા નજીકના જંગલમાંથી તેમની કાર રેઢી મળી હતી.
લાપતા બન્યાની આશંકાને લઈ પોલીસ અને વન વિભાગ દ્વારા સતત બે દિવસથી તેમની શોધખોળ કરવામા આવી રહી હતી. દરમ્યાન સોમવારે કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામા આવી હોવાનું બહાર આવ્યુ હતું.
મહિલા બીટ ગાર્ડ હેતલ રાઠોડની લાશ પાણીના ઝરણા નજીકથી મળી આવી હતી. જ્યારે તેમના પતિ અને રોજમદાર યુવાનની હત્યા ત્યાંથી થોડે દુર બાવળની કાટમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા રવિ સૈની અને વન વિભાગના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણેયના મૃતદેહ ને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા હતા.
પોરબંદર ટ્રિપલ મર્ડરઃ લખમણની ફોરેસ્ટ ગાર્ડ હેતલ સાથેની ફ્રેન્ડશિપ બની મોતનું કારણ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2020 02:23 PM (IST)
ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને રોજમદારની હત્યા કરી છે. લખમણે હેતલ સાથે પરાણે ફ્રેન્ડશિપ રાખવાના મનદુઃખને લઈને હત્યા કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -