પોરબંદરઃ બરડા ડુંગરમાં ગર્ભવતી મહિલા બીટ ગાર્ડ અને તેના પતિ સહિત ત્રણ લોકોના હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા અન્ય વનકર્મી લખમણ ઓડેદરા દ્વારા કરવામાં આવી હોવાનો અને લખમણ તથા હેતલ વચ્ચે પ્રેમ સંબધો હોવાનો ખુલાસો થયો છે.
જોકે , આ હત્યા પ્રકરણમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીટગાર્ડ હેતલને બાતમી મળી હતી કે બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. આ બાતમીને આધારે ગેરકાયદેસર ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી તોડવા માટે પોતાના શિક્ષક પતિ કીર્તિ સોલંકી અને રોજમદાર નાગાભાઈ સાથે પોતાની પર્સનલ કાર લઈને ગઈ હતી.
હવે આ હત્યા કેસમાં આરોપી તો સામે આવી ગયો છે, પરંતુ સવાલ ઉઠી રહ્યા છે કે, હેતલ સરકારી કામે જઈ રહી હતી, ત્યારે તેની સાથે તેનો શિક્ષક પતિ કેમ ગયો હતો ? એવો પણ સવાલ ઉઠ્યો છે કે, તે રેડ પાડવા જઈ રહી હતી, ત્યારે પોતાની પર્સનલ કાર લઈને કેમ ગઈ હતી ?
આ સવાલો અંગે કોઈ સ્પષ્ટ ઉત્તરો મળતા નથી પણ એવી ધારણા છે કે, પત્ની ગર્ભવતી હોવાથી પતિ તેની કાળજી રાખવા માટે સાથે રહેતો હતો. આ અંગે કોઈ સચોટ વિગતો જાણવા મળી નથી કે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
પોરબંદર બીટ ગાર્ડ હેતલ હત્યા કેસ, હેતલ સરકારી કામે ગયેલી ત્યારે પતિ સાથે કેમ ગયો હતો ? પર્સનલ કારમાં કેમ ગઈ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2020 10:39 AM (IST)
ગેરકાયદેસર ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી તોડવા માટે પોતાના શિક્ષક પતિ કીર્તિ સોલંકી અને રોજમદાર નાગાભાઈ સાથે પોતાની પર્સનલ કાર લઈને ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -