અમદાવાદઃ ગુજરાતમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે 22 ઓગસ્ટમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.   બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

ભારે વરસાદની આગાહીના પગલે તમામ વિભાગોને અલર્ટ રહેવા અને આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનરે તાકીદ કરી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોને સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે.



આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી?

20 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, જામનગર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.

21 ઓગસ્ટે સુરત, નવસારી, વલસાડ, દમણ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, જામનગર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં વરસી શકે છે વરસાદ.

22 ઓગસ્ટે સુરત, નવસારી, વલસાડ, દમણ, નર્મદા, ભરૂચ, ડાંગ, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં પડી શકે છે ભારે વરસાદ.

23 ઓગસ્ટે ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ અને દમણમાં ધોધમાર વરસાદ પડી શકે છે.