બનાસકાંઠા: સૌરાષ્ટ્રમાં ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં બટાટાએ ખેડૂતોને પરેશાન કર્યા છે. બટાટાના ઢગલા કરી ઉત્તર ગુજરાતમાં ખેડૂતો હવે વેપારીઓને શોધી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વીજાપુરમાં લોન લઈ ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું હતું.  આશા પ્રમાણે ઉત્પાદન પણ સારું થયું જો કે, હવે ન તો વેપારી મળી રહ્યા છે અને ન તો પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. 


ખેડૂતોના મતે ગયા વર્ષ અને આ વર્ષના બટાટાના ભાવમાં 50 ટકાનો તફાવત છે.  ગયા વર્ષે પ્રતિ મણ બટાટાના 240 રૂપિયા મળતા હતા. પરંતુ આ વર્ષે પ્રતિ મણ બટાટાના ભાવ મળી રહ્યા છે ફક્ત 70 થી 130 રૂપિયા. મતલબ કે કિલો દીઠ 4 થી 7 રૂપિયા છે.  મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.  એક વીઘા દીઠ ખેડૂતોને 22 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.  પરંતુ ખર્ચ સામે પુરતા ભાવ ન મળતા ખેડૂતો સંકટમાં મુકાયા છે. ખેડૂતોની માગ છે કે, ડુંગળી અને બટાટાને લઈ તેમને સરકાર સહાય આપે નહીંતર તેઓ બરબાદ થઈ જશે. 


Mehsana: જિલ્લા વિકાસ અધિકારીએ મહેસાણાના આ ગામના સરપંચ, ઉપ સરપંચ અને સભ્યોને તેના હોદ્દા પરથી દૂર કરતા ખળભળાટ


 












 







ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો




મહેસાણા જીલ્લાનું તરેટી ગામ જ્યાં ગામના સરપંચ, ઉપ સરપંચ અને અન્ય સભ્ય મળી તારીખ ૧૭/૬/૨૦૨૨ના રોજ મળેલ ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો. જેમાં ગામની ગોચર જમીન સર્વે નંબર ૭૩માં બાબુભાઈ ચોધરીના પાર્ટી પ્લોટ માટે ૧૫ મીટરનો રસ્તો આપવા ઠરાવ કરાયો હતો અને પંચાયતના સરપંચે, ઉપ સરપંચ અને અન્ય ચાર હોદેદાર સાથે મળી રસ્તો પણ આપી દીધી હતો.


ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી


જેને લઇ ગામ પંચાયતના મહિલા સભ્યના પતિ ભરતભાઈ રાણાએ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ જીલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. જોકે  પંચાયત અધિનયમ મુજબ ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી. તેમ છતાં સરપંચ, ઉપ સરપંચ અને ચાર સભ્યોએ ભેગા મળી આ જમીન પાર્ટી પ્લોટના રસ્તા માટે ફાળવતા જીલ્લા વિકાસ અધિકારીએ ગામના સરપંચ મુકેશભાઈ પટેલ, ઉપ સરપંચ અરજણજી ઠાકોર, પંચાયત સભ્ય લાછુંબેન ઠાકોર, જાગૃતિબેન ઠાકોર, નીતાબેન ઠાકોર, કાનજીભાઈ રબારીને પોતાના હોદા ઉપરથી દુર કરવાનો હુકમ જીલ્લા વિકાસ અધિકારીએ કર્યો છે.


આ જમીનની કીમત કરોડોની છે


ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭[૧] મુજબ દુર કરતા ગામ પંચાયત વિવાદમાં આવી છે. જોકે તળેટી ગામ મહેસાણની બિલકુલ બાજુનું ગામ છે. તેમજ મહેસાણા ઉંઝા હાઇવે ઉપર તેની ગોચર જમીન આવેલ છે, જે જમીન પર મોટા પાયે દબાણ થયું છે. જોકે આ જમીનની કીમત કરોડોની છે ત્યારે આ જમીનને લઇ વિવાદ રહ્યા કરે છે.