Heeraben Modi Prayer Meet Live: હીરાબા મોદીની પ્રાર્થના સભામાં લોકોને અપાઈ ભગવદ ગીતા
Heeraben Modi's Prayer Meet: વડનગરના નિવાસ સ્થાને પ્રાર્થના સભાનું આયોજન.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ તથા પૂર્ણેશ મોદી તેમજ પરશોત્તમ રૂપાલા સહિતના નેતાઓએ હિરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. બહોળી સંખ્યામાં આગેવાનો અને રાજકીય નેતાઓએ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી
ગુજરાત કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહીતના નેતાઓએ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ જિલ્લાના આગેવાનો સાથે આવ્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું, 100 વર્ષે લીલી વાડી મૂકી હીરા બા ગયા છે, પરંતુ મા ની ખોટ વર્તાતી હોય છે.
વડનગરમાં મુસ્લિમ સમુદાયના આગેવાનોએ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી.
મહેસાણાના જીતુભાઈ પટેલ નામના વ્યક્તિ જેઓ ગ્રીન એમ્બેસેડર તરીકે જાણીતા છે તેઓ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા તુલસીના રોપા લઈને આવ્યા. તેમણે તુલસીના 1100 રોપા આપી શ્રધાંજલિ આપી.
દેસાઈ સમાજના વાળીનાથ અખાડાના મહંત જયરમગીરી બાપુએ હીરા બાને શ્રદ્ધાંજલિ આપી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ હીરાબાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.
ભારતી બાપુએ કહ્યું, આ શોકસભા નહીં શ્લોકસભા છે. પ્રાર્થના સભામાં ઉપસ્થિત લોકોને ભગવદ ગીતા આપવામાં આવી રહી છે.
સંજય જોશીએ શ્રદ્ધાંજલિ આપ્યાં બાદ પ્રતિક્રિયા આપતાં કહ્યું, તપસ્વી, કર્મનિષ્ઠ અને સાદગી પૂર્વક જીવન જીવ્યા. આજે પીએમ કામ કરી રહ્યા છે એમાં એમનો મહત્વનો રોલ રહ્યો છે.
નરોડાના પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાનીએ હીરાબાની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપ્યા બાદ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી. જેમાં તેમણે કહ્યું. હીરાબાનું જીવન સદાય ભર્યું હતું એટલે તમામ વિધિઓ પણ સાચી પૂર્ણ કરવામાં આવી રહી છે. એક્વાર હીરાબા ને મળવાનું થયું હતું. નરેન્દ્રભાઈ જ્યારે સીએમ હતા ત્યારે અવારનવાર તેમની માતા વિશે વાત કરતાં.
વડનગરમાં હીરાબેન મોદીના પ્રાર્થના સભા યોજાઈ રહી છે. હીરાબાને શ્રદ્ધા સુમન અર્પણ કરવા સંજય જોષી, નરોડાના પુર્વ ધારસભ્ય માયાબેન કોડનાની, ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ આવ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
PM Modi s mother Heeraben Modi Prayer Meet: PM મોદીના માતા હીરાબાનું અવસાન શુક્રવારે થયુ હતું. આજે હીરાબાની સ્મૃતિમાં તેમના વડનગર ખાતેના નિવાસ્થાને એક પ્રાર્થનાસભાનું આયોજન કરાયુ છે. આ પ્રાર્થનાસભા સવારે 9 વાગ્યાથી બપોર 12 વાગ્યા દરમિયાન યોજાશે. વડનગરની જવાહર નવોદય સ્કુલના હોલમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. હાલ પરીવારજનો અને સંબધીઓની ઉપસ્થિતિ.વડાપ્રધાન મોદીની માતા હીરાબાનું શતાયુ વર્ષે નિધન થયું હતું. PM મોદી અને તેમના ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી હતી. સમગ્ર પરિવાર હીરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો. હિરાબા મોદી પરીવાર સાથે અનેક યાદો છોડીને સ્વર્ગવાસ થયા હતા. પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. PM મોદીના માતા હીરા શુક્રવારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -