રાજ્યમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વલસાડ, ડાંગ, .વડોદરા, દાહોદ, મહીસાગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.


પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમદાવાદમાં ૭ જૂન બાદ વાતાવારણમાં પલટો આવતા હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે તે પહેલા અમદાવાદમાં આગામી સપ્તાહે તાપમાન 42 ડિગ્રી થઈ શકે છે. કારણ કે અમદાવાદમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થતાં ગઈકાલે સરેરાશ મહત્તમ તાપમાન ૩૮.૯ ડિગ્રી નોંધાયું.


ગુરુવારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. મહેસાણાનાઉંઝા સહિત કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોને નુકસાનની શક્યતા છે.


તો આ બાજુ બનાસકાંઠા જિલ્લાના કાંકેરજ, થરામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક શરુ થયેલા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને ઉનાળું પાકને નુકસાન થવાની શક્યતા છે.


તો આ બાજુ પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ ગુરુવારે વરસાદ વરસ્યો હતો. ગુરુવારે પાટણના બાલીસણા, સંડેર, રણુજ સહિતના વિસ્તારમાં એકાએક ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથેના વરસાદના કારણે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. તો અચાનક વરસેલા વરસાદના કારણે ખેડૂતોના ઉનાળું પાકને નુકસાનની શક્યતા છે.


મોનસૂનની ઉત્તર સરહદ કોમોરિન સાગર સુધી પહોંચી ચૂકી છે. ત્યારે હવામાન વિભાગ અનુરાસ આગામી ત્રણ ચાર દિવસમાં મોનસૂન કેરળમાં પ્રવેશે તેવી શક્યતા છે. જો આવુ થયુ તો દેશના દક્ષિણ રાજ્યોમાં મોનસૂન સમયથી પહેલા બેસી જશે.


કેરળામં મોનસૂમ સામાન્ય રીતે એક જુને પ્રવેશે છે. હવામાન વિભાગ અનુસાર મોનસૂન ઉત્તર સરહદ કેરળના કિનારાથી હાલ 200 કિલોમીટર દુર છે. તૌકતે વાવાઝોડા પસાર થયુ તેના પછી કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમ જેમ મોનસૂન માટે અનુકુળ પરિસ્થિતિ બની રહી છે. તેમ તેમ કેરળના ઘણા વિસ્તારોમાં આ સપ્તાહથી જ સતત હળવો વરસાદ વરસી રહ્યો છે.


અર્નાકુલ્લમ, અલ્લાપ્પુઝા, કોટ્ટાયમ, ઈડુક્કી, પઠાનમથિટ્ટા સહિતના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસ્યો.


ચોમાસાના વિધિસર આગમન સુધી તાપમાનમાં ભારે વધારો  કે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે. તાપમાનનો પારો ચોમાસાના આગમન સુધી ૩૮થી ૪૧ ડિગ્રી સુધી રહેવાનો અંદાજ મંડાયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને કારણે થાય છે.