અમદાવાદ: રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. સૌથી ઓછું તાપમાન નલિયા શહેરમાં જોવા મળ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. નલિયાનું લઘુતમ તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. નલિયામાં બે દિવસ કોલ્ડવેવ રહશે.

રાજ્યમાં ફૂંકાયા ઉતરપૂર્વના પવન. હજુ 2 થી 3 ડિગ્રી સુધી લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. લઘુતમ તાપમાન ઘટતા ઠંડીનું પ્રમાણ વધશે. સમગ્ર રાજ્યમાં હજુ પણ 2 થી 3 ડીગ્રી જેટલું તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે.

ગુજરાતમાં સામાન્ય રીતે શિયાળામાં સૌથી ઠંડી નલિયામાં અનુભવાય છે. જોકે આ સિઝનનુ અત્યાર સુધીનુ સૌથી નીચુ તાપમાન નલિયામાં 5.2 ડિગ્રી રહ્યુ છે.