PM Modi in Gujarat LIVE: પ્રધાનમંત્રી મોદીએ વિદ્યા સમીક્ષા કેંદ્રની લીધી મુલાકાત, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કર્યો વર્ચ્યૂઅલ સંવાદ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સાંજે 5.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચશે. ત્યારે પીએમ મોદીને આવકારવા અમદાવાદથી લઈ ગાંધીનગરમાં ભારે થનગનાટ છે.
પ્રધાનમંત્રી મોદી શિક્ષકો સાથે સંવાદ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી શિક્ષકો, વાલીઓ સાથે વર્ચ્યૂઅલ વાર્તાલાપ કરી રહ્યા છે. શિક્ષકોએ જણાવ્યું કે નવી ટેક્નોલોજીથી ફાયદો થયો છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેંદ્ર પહોંચ્યા છે. વાલીઓ અને શિક્ષકો સાથે ઈ-સંવાદ કરશે.
પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેંદ્રની મુલાકાત લેશે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવા માટે રવાના થયા છે.
પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે. ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સાંજે 5.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચશે. ત્યારે પીએમ મોદીને આવકારવા અમદાવાદથી લઈ ગાંધીનગરમાં ભારે થનગનાટ છે. એરપોર્ટથી ગાંધીનગરના માર્ગો પર બેનર, બેરીકેટર્સ લગાવામાં આવ્યા છે. તો AMCએ પણ અલગ અલગ વયવસ્થા કરી છે. પીવાના પાણી માટે મીની પરબ ઉભી કરવામાં આવી છે. કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં એયરપોર્ટ પર પહોંચી ચુક્યા છે. થોડી વારમાં જ પ્રધાન મંત્રી અમદાવાદ આવી પહોંચશે. ત્યારબાદ ગાંધીનગર જવા માટે રવાના થશે.
બ્રેકગ્રાઉન્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત 3 દિવસ એટલે કે 18 થી 20 એપ્રિલ સુધી ચાલશે. 18 એપ્રિલે, સાંજે 6 વાગ્યે, વડાપ્રધાન ગાંધીનગરની શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર પહોંચશે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરશે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સાંજે 5.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચશે. ત્યારે પીએમ મોદીને આવકારવા અમદાવાદથી લઈ ગાંધીનગરમાં ભારે થનગનાટ છે. એરપોર્ટથી ગાંધીનગરના માર્ગો પર બેનર, બેરીકેટર્સ લગાવામાં આવ્યા છે. તો AMCએ પણ અલગ અલગ વયવસ્થા કરી છે. પીવાના પાણી માટે મીની પરબ ઉભી કરવામાં આવી છે. કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં એયરપોર્ટ પર પહોંચી ચુક્યા છે. થોડી વારમાં જ પ્રધાન મંત્રી અમદાવાદ આવી પહોંચશે. ત્યારબાદ ગાંધીનગર જવા માટે રવાના થશે.
સોમવારે સાંજે જ્યારે વડાપ્રધાન આ સંકુલમાં પહોંચશે ત્યારે સૌ પ્રથમ તેઓ પરિસરની અંદર વેદ વ્યાસની મૂર્તિને પુષ્પહાર પહેરાવશે અને દીપ પ્રગટાવશે અને ત્યાં હાજર લોકો તેમનું સ્વાગત કરશે. આ પછી વડાપ્રધાન મોદી અહીંથી આ સંકુલના બીજા માળે પહોંચશે, જ્યાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર વાત-ચીત અને ભાષણમાં આપેલા સંદેશ અને વાક્યોને પોસ્ટર રુપે સમગ્ર બિલ્ડિંગમાં પ્રદર્શિત કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -