Panchmahal: પંચમહાલ જિલ્લાની રેણા મોરવા ખાતે આવેલ મેડિકલ કોલેજમાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને માર માર્યો હોવા અંગેનો આરોપ લુણાવાડાના મેડિકલના વિદ્યાર્થી જૈમીન ચૌહાણ એ લગાવ્યો છે વિદ્યાર્થી વાયવા દરમિયાન અન્ય વિદ્યાર્થીનું જનરલ લઈને બેસ્યો હોવાના કારણે વિદ્યાર્થીને માર માર્યો હોવાનો લગાવ્યો છે.આરોપ. જે બાદ પરિવારે વિધાર્થીને લુણાવાડાની જનલર હોસ્પિટલ ખાતે દાખલ કર્યો છે અને હાલ વિધાર્થીની સારવાર ચાલી રહી છે.


લુણાવાડા શહેરની સિવિલ હોસ્પિટલમાં BHMSના વિદ્યાર્થી જૈમીન ચૌહાણની સારવાર ચાલી રહી છે. જૈમીન ચૌહાણ અને તેમનો પરિવાર જણાવી રહ્યા છે કે જૈમીન ચૌહાણએ પંચમહાલ જિલ્લાની રેણા મોરવા ખાતે આવેલ જય જલારામ હોમીયોપેથીક કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગઈકાલે કોલેજમાં વાયવા હોવાના કારણે તે વિદ્યાર્થી ઉતાવળમાં  જનરલ લેવાનું ભૂલી ગયો અને કોલેજ પોહચ્યો હતો. જ્યાં તેણે અન્ય વિદ્યાર્થીનું જનરલ લઈ અને વાયવામાં બેઠો આ બાબતને લઈ અને કોલેજના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ  ડો.વિજય પટેલએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો આરોપ જૈમીન તેમજ તેનો પરિવાર લગાવી રહ્યા છે. 


પરિવારે જૈમીનને ઇજાઓ પહોંચતા સારવાર માટે લુણાવાડા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેમના પરિવારજનો અને જૈમીન દ્વારા તેને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાનો વતની અને હાલ લુણાવાડા શહેરમાં રહેતો વિદ્યાર્થી જૈમિન ચૌહાણ કે જે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા મોરવા ગામે આવેલ જય જલારામ હોમીઓપેથી કોલેજમાં હોમીઓપેથીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે જેણે  કોલેજની પરીક્ષામાં વાઈવા દરમ્યાન બીજા વિધાર્થીની  જનરલ લઈને પરીક્ષા આપવા બેસતા કોલેજના પ્રિન્સીપાલ વિજય પટેલ દ્વારા વિદ્યાર્થી ને હાથ વડે ત્યાર બાદ PVC પાઇપથી પગના પાછળના ભાગે જાગ પર તેમજ અન્ય શરીરના ભાગે  ઢોર માર મારવામાં આવ્યો હોવાનો વિદ્યાર્થી આરોપ લગાવી રહ્યો છે.


 જૈમિનના પરિવારે શહેરા પોલીસ સ્ટેશનમાં પ્રિન્સીપાલ વિરુદ્ધ  ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે ત્યારે પોલીસે લુણાવાડા જનરલ હોસ્પિટલમાં આવીને જૈમિનનું નિવેદન લીધું. હોમીઓપેથીની વિદ્યાર્થી જૈમીન ચૌહાણ સંતરામપુર તાલુકાનો વતની છે અને હાલ તે પરિવાર સાથે લુણાવાડા રહે છે તેના પરિવારમાં ચાર સભ્ય છે જેમાં તેના માતા પિતા અને એક નાની બેન તેમજ એક મોટી બેનના લગ્ન થઈ ગયા છે. તેના માતા પિતા બંને શિક્ષકની નોકરી કરે છે. ત્યારે પરિવારના એક ના એક દીકરા પર તાલિબાની પનીસમેન્ટથી પરિવારમાં દુઃખ જોવા મળી રહ્યું છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. 


17 તારીખે કોલેજમાં વાઈવા પરીક્ષા દરમીયા તેને જનરલ ન લઈ ગયો હોવાથી અન્ય વિધાર્થીનું જનરલ લઈ તે વાઈવા આપતો હોવાથી કોલેજના પ્રિન્સિપાલ ડો.વિજય પટેલ દ્વારા તેને પ્રથમ હાથ વડે ઝાપટ મારી ત્યાર બાદ PVC પાઇપ વડે ઢોર માર માર્યો હતો પછી તેને 2 કલાક સુધી અંગુઠા પકડાવી પ્રિન્સિપાલની ઓફિસમાં બોલાવી માફી પત્રક લખવાયું હતું. રેના મોરવા ગામે આવેલ જલારામ હોમીયોપેથી મેડિકલ કોલેજ ના પ્રિન્સીપાલ વિજય પટેલ દ્વારા  વિદ્યાર્થી ચૌહાણ જૈમિન બી એચ એમ એસ માં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને ચૌહાણ જૈમિનને સખત માર મારવામાં આવતા શરીરના ભાગે માર મારવાના નિશાન જોવા મળ્યા છે અને વિદ્યાર્થીને સારવાર અર્થે લુણાવાડા કોટેલ હોસ્પિટલ ખસેડાયો છે.