ડાંગ: આહવા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આહવા સિવિલ હોસ્પિટલમાંથી એક કેદી ફરાર થઈ જતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે.  સાપુતારા પોલીસે પોસ્કો હેઠળ ધરપકડ કરેલ યુવકને મેડિકલ ચેકઅપ કરવા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા આરોપી સિવિલ હોસ્પિટલમાં બાથરૂમની બારી તોડી ફરાર થઇ જતા પોલીસ અધિકારીઓ દોડતા થયા છે. સિવિલ હોસ્પિટલની પાછળ જંગલ વિસ્તારમાં આરોપી હાથકડી સાથે ભાગી છૂટ્યો છે.  ડાંગ પોલીસે આરોપીને પકડવા માટે નાકાબંધી કરી છે. જંગલ વિસ્તારમાં પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.


ગુજરાતના BJP નેતાની સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ


: ભાજપના પાટણના પૂર્વ એમએલએ રણછોડભાઈ દેસાઈની સોશ્યલ મીડિયા ઉપર ભાવુક અને સૂચક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં તેણે લખ્યું છે કે, સહ્રદયી પાર્ટીના સૌ કાર્યકર્તા શુભેચ્છકો મારા હીતચિંતકોને નત મસ્તક વંદન કરુ છું. પાર્ટીના નિયમો મુજબ હું પાટણથી મુક્ત થયો છું. પાટણ, વાગડોદ વિસ્તારના સૌ સમાજે મને સ્વીકારી ખુબ પ્રેમ આપ્યો છે. સતત ૨૭ વર્ષનો આપ સૌનો સથવારો પરીવાર જેવો થયો હતો


આજ હું અતિ દુઃખી છું. આજે ચૂંટણી પતે માંડ ૧૫ દિવસ થયા છે અનેકો અનેક કાર્યકર્તા, આગેવાનો ફોન કરી પાટણ આવવા જણાવે છે. પાર્ટીથી પર રહી સંબંધો મજબુત કરવા વિનંતી કરે છે, પણ હું સિધ્ધાંતોથી મજબૂર છું. નવા ઉમેદવારની જવાબદારી હોઈ મારી હાજરી ક્યાંક સંદીગ્ધતા ઊભી થવાની શક્યતાઓ રહી છે. તમારો આગ્રહી પ્રેમ આવકારનો ઋણી છું. તમે મારામાં મુકેલ વિશ્વાસમાં હું ખરો (ન્યાય) ઉતરવામા પાછી પાની કે પીછેહઠ કદાપી નથી કરી તેનો આનંદ છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી શું કહ્યું ?


ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારતમાં પણ તેનો ડર પાછો ફર્યો છે. ઓમિક્રોનનું સબ વેરિઅન્ટ BF.7 ચીનમાં કહેર વર્તાવી રહ્યું છે. હવે ભારત પણ આ અંગે એલર્ટ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ સિવાય અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓએ કોવિડ-19 માટેની તૈયારીઓ અને પ્રોટોકોલની સમીક્ષા કરવા બેઠક યોજી હતી. જેમાં ભીડભાડવાળી જગ્યાઓએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવા, જીનોમ સિક્વન્સિંગ વધારવા અને કોરોના રસીનો ત્રીજો ડોઝ લોકોને વહેલી તકે આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.


આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોન્ફરન્સ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી કનવેશન હોલ ખાતે CA ના વિદ્યાર્થીઓ માટે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે કહ્યું, આપણે સૌ સાથે મળી બદલાવ લાવ્યા. કોરોના પાછો શરૂ થયો છે તેમ કહી લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આજે ભારત વિશ્વનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર બન્યું છે ત્યારે આ અમૃતકાળમાં રાજ્ય અને દેશને વિકાસના શિખરે લઈ જવા CA પ્રોફેશનલ્સના શ્રેષ્ઠ યોગદાન માટે અનુરોધ કર્યો.