હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર તેને રોકવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. ગુજરાતમાં અધિકારીઓની બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ગુજરાતના GAS કેડરના ક્લાસ-1ના 21 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આ અધિકારીઓને સિનિયર સ્કેલ (લેવલ 12)માંથી સિલેક્શન સ્કેલ (લેવલ 13)માં મુકવામાં આવ્યા છે.






GAS કેડરના 21 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં અધિકારી પી.આર. રાણા, એન.વી. ઉપાધ્યાય, એ.આર. શાહ, પી.બી. પંડ્યા, એમ.જે. દવે, એચ.કે. વ્યાસ, આર.વી. સરવૈયા, વાય.એમ. કરૂડ, જી.બી. મુંગલપરા, એસ.એલ.શાહ, પી.સી. ઠાકોર, યુ.એન. વ્યાસ, જે.એસ. પ્રજાપતિ, બી.એમ. પ્રજાપતિ, જી.એચ. સોલંકી, વી.કે. મહેતા, જે.એન. વાઘેલા, એચ.એમ. વોરા, કે.બી. ઠક્કર, એસ.ડી. વસાવા અને વાય.પી. જોશીને બઢતી અપાઇ છે.

સરકાર દ્વારા ગુજરાતના GAS કેડરના ક્લાસ-1ના 21 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેને લઈને અધિકારીમાં ચર્ચાનો વિષય બની હતી. બઢતી આપવામાં અધિકારીઓની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.