321 પરીક્ષા કેન્દ્રો પર લેવાયેલી PSIની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ, જાણો ઉમેદવારોએ શું કહ્યું..

રાજ્યમાં આજે 312 કેંદ્રો પર PSIની પરીક્ષા યોજાઈ રહી છે. આજે સવારે 9 વાગ્યાથી શરુ થયેલી લેખિત પરીક્ષા સવારે 11 વાગ્યા સુધી ચાલશે.

gujarati.abplive.com Last Updated: 06 Mar 2022 11:46 AM
PSIની લેખિત પરીક્ષાનું પેપર લેંધી રહ્યુંઃ પરીક્ષાર્થી

લેખીત પરીક્ષા પુર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "પેપર સહેલું હતું સાથે-સાથે લેંધી પણ હતું. રીઝનીંગના પ્રશ્નો વધુ પુછ્યા હતા જેથી 2 કલાકનો સમય પુર્ણ થઈ ગયો." 

અમદાવાદ અને ગાંધીનગરમાં લેવાયેલી પીએસઆઈની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ

312 કેન્દ્રો પર લેવાયેલી પરીક્ષા પુર્ણ થઈ છે. શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા પુર્ણ છે અને હાલ કોઈ ગેરરીતિની ઘટના સામે નથી આવી.

312 કેન્દ્ર ઉપર જડબેસલાક બંદોબસ્ત સાથે સવારે 9 વાગ્યાથી પરીક્ષા શરુ

PSIની પરીક્ષાને લઈને રાજ્યના 312 કેન્દ્ર ઉપર જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે. સવારે 9 વાગ્યાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખીત પરીક્ષા શરુ થઈ છે. પરીક્ષાના બે કલાક સુધી ઈન્ટરનેટ અને મોબાઈલ કનેક્ટિવિટી રોકી દેવામાં આવશે. આ સાથે સુપરવાઇઝર માટે પણ 75 પાનાની SOP તૈયાર કરવામાં આવી છે જેનું પાલન કરવામાં આવશે.

બ્રેકગ્રાઉન્ડ

રાજ્યમાં આજે 312 કેંદ્રો પર PSIની પરીક્ષા યોજાઈ રહી છે. આજે સવારે 9 વાગ્યાથી શરુ થયેલી લેખિત પરીક્ષા સવારે 11 વાગ્યા સુધી ચાલશે. પરીક્ષામાં ગેરરિતી ન થાય તેને લઈને રાજ્ય સરકારે વિશેષ તૈયારી કરી છે. પેપર ફુટવાની ઘટનાઓને ધ્યાને લઈને આ વખતે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત પરીક્ષા સેન્ટર પર જામર લાગશે. જેના કારણે મોબાઈલ કનેક્ટિવિટી બંધ થઈ જશે.  પરીક્ષમાં ગેરરિતી ન થાય તેને લઈ રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી મામલે  ગઈકાલે DGP અને PSI ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજીને સરકારની પરીક્ષા અંગેની તૈયારીઓ અંગે માહિતી આપી હતી.


PSIની જગ્યાઓ માટે આ પહેલાં લેવાયેલી શારીરિક કસોટીમાં 4.5 લાખ ઉમેદવારો પૈકી 2.5 લાખ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી.  જેમાંથી 96231 ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થયા છે. 


96231 ઉમેદવારો માટે અમદાવાદ અને ગાંધીનગર શહેરના જ 312 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે. 3209 વર્ગ ખંડોમાં લેવાનારી આ પરીક્ષામાં સીસીટીવી કેમરા હશે. 


આ પહેલાં ભરતી બોર્ડમાં કેન્દ્ર સંચાલકો સાથે મીટીંગ થઈ હતી. આ પરીક્ષાને લઈને 75 પાનાની એક એસઓપી નક્કી કરાઈ છે. છેલ્લા અમુક વર્ષોમાં ભરતી પરીક્ષાની અમુક બાબતો ધ્યાને લઈને અને અમુક ભરતીના પેપર લીક થવાની ઘટનાને ધ્યાને લઈને આ વખતે એસઓપી નક્કી કરાઈ છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.