પાટણ: રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર ગંભીર આરોપ લાગતા ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ અંગે ઠક્કર મનોજકુમાર નામના વેપારીએ  PM, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહીત ભાજપ નેતાઓને લેખિતમાં રજુઆતમાં રજુઆત કરતા ખળભળાટ મચી ગયો છે. ધારાસભ્ય લવિંગજી અને તેના સગીરતો વેપારી વર્ગને હેરાન કરતા હોવાનો આરોપ લાગ્યો છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોર,તેમના દીકરા નરસિંહ ઠાકોર, તેમજ સુરેશ ઠાકોર અને રામાભાઈ આહીર પર વેપારીઓને હેરાન કરવાનો આરોપ લાગ્યો છે.


પૈસા પડાવવાના હેતુથી વેપારી વર્ગને હેરાન કરવામાં આવતો હોવાનો આરોપ લાગ્યો છે. રાધનપુરના ઠક્કર મનોજ નામના વેપારીએ આ ગંભીર આરોપ લગાવ્યા છે. લવિંગજી ઠાકોર અને તેમના સાગરીતો દ્વારા પાર્ટીની બદનામી થતી હોય પાર્ટી પાસે તપાસની માંગ કરવામાં આવી છે. ભાજપનાં ધારાસભ્યના વિરુદ્ધમાં ખુદ ભાજપના જ વેપારી સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીઆર પાટીલ તેમજ રજની પટેલને પત્ર લખી ન્યાયની માંગ કરાઈ છે.


 ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યુ હતું. જે બાદ જનસભાને સંબોધતા તેમણે કહ્યું, આજે લગભગ 1500 કરોડથી વધારે કામ મેં તમને સોંપ્યા છે. એક પ્રકારે એક વોર્ડ છૂટ્યો નથી કે એક પણ કામ બાકી રાખ્યા હોય, અનેક પ્રકારના કામ જેની માગણી પણ જનતાએ કરવી પડી નથી. ગોધાવી, ઘુમા જેવા વિસ્તારમાં નાગરિકોએ ડ્રેનેજની માંગણી નથી કરી. મુખ્યમંત્રીને અભિનંદન આપું છે કે લોકો માંગે એના પહેલા સુવિધા આપી. જ્યારે મેં પત્ર લખ્યો હોય AUDA કે AMC કે રાજ્ય સરકારને, છેલ્લા 52 મહિનામાં 17544 કરોડના કાર્ય થયા છે. ભારત સરકારના મેટ્રો સહિતના કાર્ય અલગ છે. 11000 જેટલા કાર્ય કરાયા છ, હમણાં નરેન્દ્ર ભાઈએ 20-20 જેવી બેટિંગ કરી છે. ઇસરોના કાયાકલ્પ કર્યા બાદ અને વૈજ્ઞાનિકોને જે પ્રેરણા આપી તે બાદ ચંદ્ર ઉપર પહોંચવામાં આપણે સફળ રહ્યા.


અમિત શાહે એમ પણ કહ્યું, વિધાનસભા હોય કે લોકસભા 33 ટકા અનામત લાવ્યા તેના માટે તમામ મહિલાઓને અભિનંદન. નીતિ બનાવવા મહિલાઓ નું યોગદાન ખૂબ જરૂરી હતું. નવી સંસદ એટલે ગણેશ ચતુર્થીએ ખુલ્લી મૂકી કેમ કે કોઈ વિઘ્ન ન આવે. મને કોઈ પૂછે તો કોનો દીકરો તો હું મારી માનું નામ દઉં..આપણા દેશમાં મહિલાઓની એ પ્રતિષ્ઠા છે. વિશ્વકર્મા યોજનાની વાત કરું તો નાના વ્યવસાય જેના વગર દેશનો વિકાસ શક્ય નથી, સમાજના બહુ જરૂરી કામ કરવા વાળા પણ આર્થિક રીતે આગળ લાવી સમકક્ષ કરવા સરકારે કામ કર્યું.


 




અમિત શાહે શું કરી ટકોર


સંબોધન દરમિયાન અમિત શાહે ટકોર કરતાં કહ્યું, ચોમાસુ હમણાં ગયું છે.ઘરની આસપાસ ત્રણ વૃક્ષ વાવજો. નવી ચૂંટણી આવે પહેલા વૃક્ષાછદન વધારી ગ્રીન લેયર 5 ટકા સુધી વધારવાનું છે. હું ઘણા સમયે ત્રાગડ આવ્યો પહેલા હું લાલ બસ મારફતે આવતો અને હવે ખૂબ વિકસી ગયું છે.